મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ: નરોડામાં દારૂ કટિંગ ઝડપાયા બાદ PIની બદલી

અમદાવાદના નરોડા વિસ્તારમાં SMCની ટીમે દારૂ કટિંગ ઝડપી પાડ્યા બાદ પોલીસ વિભાગમાં બદલીના આદેશથ

તસવીર: gstv

અમદાવાદના નરોડા વિસ્તારમાં SMCની ટીમે દારૂ કટિંગ ઝડપી પાડ્યા બાદ પોલીસ વિભાગમાં બદલીના આદેશથી ચર્ચા તેજ બની છે. નરોડા પોલીસ સ્ટેશનના PI સી.વી. નાયકની સિંગલ ઓર્ડરથી બદલી કરવામાં આવી છે. PI સી.વી. નાયકને નરોડા પોલીસ સ્ટેશનમાંથી બદલી કરીને ડિટેન્શન સેન્ટરમાં મૂકવામાં આવ્યા છે. બીજી તરફ ડિટેન્શન સેન્ટરમાં ફરજ બજાવતા PI બી.એમ. કાતરિયાની નરોડા પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે. નરોડા વિસ્તારમાં SMCની ટીમે દારૂ કટિંગ ઝડપી પાડ્યા બાદ આ બદલીના આદેશ સામે આવ્યા છે. પોલીસ વિભાગના આ નિર્ણયને લઈને ચર્ચા શરૂ થઈ છે. જોકે, બદલી પાછળના સત્તાવાર કારણ અંગે હજુ વધુ વિગતો સામે આવવાની બાકી છે.

આ સમાચાર શેર કરો