Video: દિલ્હીમાં મકાન બહાર ગોળીબારથી ચકચાર

દિલ્હીના છાવલા વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. દિનપુર એક્સટેન્શન વિસ્તારમાં પાડોશીઓ વચ્ચેના કથિત વિવાદને પગલે એક મકાનની બહાર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. સ્થળ પરથી ત્રણ ખાલી કારતૂસ મળી આવ્યા છે. જોકે, આ ફાયરિંગની ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. પ્રાથમિક માહિતી મુજબ પાડોશીઓ વચ્ચેના વિવાદને આ ઘટનાનું કારણ માનવામાં આવી રહ્યું છે.
જાહેરાત















