Video: વિજલપોરમાં ૭ વર્ષથી અધૂરા રેલવે ઓવરબ્રિજ મુદ્દે રાજકારણ ગરમાયું, મનપા કમિશનરે ૧ મહિનામાં કામ પૂર્ણ કરવાનો કર્યો દાવો

નવસારીના વિજલપોર વિસ્તારમાં છેલ્લા ૭ વર્ષથી નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજ હવે શહેરીજનો માટે માથાનો દુખાવો બની ગયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવસારી આવી રહ્યા હોવાથી લોકોને આ બ્રિજના લોકાર્પણની આશા હતી, પરંતુ તે ઠગારી નીવડી છે. NHAI અને રેલવે વિભાગ વચ્ચે સંકલનના અભાવે તેમજ અગાઉ કોન્ટ્રાક્ટરના ૭ કરોડના બિલ અટવાયા હોવાના વિવાદ વચ્ચે કામગીરી હજુ અધૂરી છે, જેના કારણે લોકો રોજિંદા ટ્રાફિકમાં પીસાઈ રહ્યા છે. આ વિલંબ મુદ્દે કોંગ્રેસે શાસક પક્ષ પર પ્રહારો કરી કોન્ટ્રાક્ટર સામે દંડનીય કાર્યવાહી અને સીએમના હસ્તક્ષેપની માંગ કરી છે. બીજી તરફ, નવસારી મનપા કમિશનર જયેશ ઉપાધ્યાયે ૯૦ ટકા કામ પૂર્ણ થયાનું જણાવી તહેવારોના બ્રેક બાદ આગામી ૧ મહિનામાં બાકીનું કામ પૂર્ણ કરવાનો દાવો કર્યો છે.
જાહેરાત












