Video: કડીના ભવનાથ મહાદેવ મંદિરમાંથી ગુપ્ત ભોંયરું મળ્યું, ગણપતિની મૂર્તિ મળ્યાનો ભક્તોનો દાવો

કડીના ભવનાથ મહાદેવ મંદિર પરિસરમાં ગુપ્ત ભોંયરું મળી આવતાં ભક્તો અને સ્થાનિકોમાં ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે. ભક્તોના દાવા મુજબ આ વર્ષો જૂના ભોંયરામાંથી ગણપતિ દાદાની મૂર્તિ મળી આવી છે. ઘટનાની જાણ થતાં જ મંદિરના ભક્તો દ્વારા ભોંયરાની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે, આ ભોંયરાનો ઇતિહાસ અને તેનો અગાઉ શો ઉપયોગ થતો હતો તે અંગે અનેક સવાલો ઊભા થયા છે. હાલ ભોંયરા અને મૂર્તિની સત્તાવાર પુરાતત્ત્વીય પુષ્ટિ થવાની બાકી છે, પરંતુ આગામી દિવસોમાં તપાસ બાદ ઇતિહાસની નવી હકીકતો સામે આવે તેવી શક્યતા છે.
જાહેરાત














