સુરતમાં REEL બનાવવાના ચક્કરમાં 11 યુવકોએ રસ્તો કર્યો બ્લોક, ફેમસ થવા વાહનચાલકો માટે ઉભી કરી મુશ્કેલી
સુરતમાં સોશિયલ મીડિયામાં છવાઈ જવાનું યુવાનોને ભારે ઘેલું લાગ્યું છે. રીલ્સ બનાવવાના ચક્કરમાં યુવકો ભાન ભુ
સુરતમાં સોશિયલ મીડિયામાં છવાઈ જવાનું યુવાનોને ભારે ઘેલું લાગ્યું છે. રીલ્સ બનાવવાના ચક્કરમાં યુવકો ભાન ભુલીને ગમે ત્યાં રીલ્સ બનાવતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. ત્યારે ભેસ્તાન વિસ્તારમાં સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે 11 યુવાનોએ રસ્તાને જ બ્લોક કરી દીધો હતો. રેલવે સ્ટેશન નજીક રસ્તો બ્લોક થતાં ટ્રાફિક જામ સર્જાયો હતો. વાહનચાલકો માટે મુશ્કેલી ઉભી કરનારા 11ને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચોઃ સુરતમાં સર્જાયો હિલ સ્ટેશનનો માહોલ, ભારે ધુમ્મસના કારણે વિઝિબિલીટીમાં થયો ઘટાડો
ફેમસ થવા રીલ બનાવી
રીલ્સ બનાવતી વખતે 11 યુવકોએ બ્રિજ પર દોડધામ કરી હતી. જેનાથી વાહનચાલકો ભયભીત થઈ ગયા અને પોતાનું વાહન રોકી દીધું. લગભગ 30 મિનિટ સુધી બ્રિજ પર આ યુવાનો લોકો માટે મુશ્કેલીના કારણ બની ગયા હતા. તેનાથી ટ્રાફિકમાં પણ અવરોધ સર્જાયો હતો. જેમજેમ આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાઈરલ થતો ગયો, તેમ ભેસ્તાન પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી અને રીલ બનાવનાર 11 ઇસમોને શોધી કાઢી તેમની અટકાયત કરી. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે તમામ મજૂરી કામ કરે છે અને ફક્ત સોશ્યલ મીડિયામાં ફેમસ થવા માટે તેમણે આ કૃત્ય કર્યું હતું.
હાથ જોડી માફી
ભેસ્તાન પોલીસે તમામ 11 યુવકોને કાયદાનું ભાન કરાવ્યું હતું. ભવિષ્યમાં આવી હરકતો નહીં કરવાની ચેતવણી આપી હતી. તમામ આરોપીઓએ પોતાની ભૂલ સ્વીકારી અને માફી માગી છે.પોલીસે જાહેરમાં આવા કૃત્યો ન કરવા માટે યુવાનોને અપીલ કરી છે અને ચેતવણી આપી છે કે જાહેરમાં શિસ્તભંગ કે ભયનો માહોલ ઉભું કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.








