મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત/ ચોથા માળેથી લિફ્ટ અચાનક જમીન પર પટકાઈ, ચારમાંથી બેની હાલત ગંભીર

સુરતમાં લિફ્ટ દુર્ઘટનાના બનાવો સતત વધી રહ્યા છે. ક્યારેક લિફ્ટની અંદર લોકો ફસાઈ જતા હોય છે તો ક્ય

સુરત/ ચોથા માળેથી લિફ્ટ અચાનક જમીન પર પટકાઈ, ચારમાંથી બેની હાલત ગંભીર

સુરતમાં લિફ્ટ દુર્ઘટનાના બનાવો સતત વધી રહ્યા છે. ક્યારેક લિફ્ટની અંદર લોકો ફસાઈ જતા હોય છે તો ક્યારેક લિફ્ટ તૂટી પડવાના કારણે દુર્ઘટના બનતી હોય છે. ત્યારે મોતી પેલેસ એપારમેન્ટની અંદર ચોથા માળેથી લિફ્ટ નીચે ફટકાતા 2 લોકોને ગંભીર્યા પહોંચી હતી. બંને ભાઈઓને પગના ભાગે ફ્રક્ચર થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. હજુ પણ એક ભાઈ હોસ્પિટલના ખાટલાની અંદર છે. ત્યારે એક ભાઈને રજા આપી દેવામાં આવી છે.

લિફ્ટની ક્વોલિટીને લઈને સવાલ

મોતી પેલેસના પ્રમુખ મિથુન ટેલરએ કહ્યું કે, રવિવારે જ લિફ્ટ રિપેર કરાઈ હતી. ત્રણ કલાક રિપેરિંગ કામ ચાલ્યું હતું. જેમાં બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. સસ્તી લિફ્ટ નાખી હોવાથી દુર્ઘટના બની છે. ત્યારે અમારી માગ છે કે, યોગ્ય કરવામાં આવે કારણ કે હજુ હમણા જ બિલ્ડીંગ બની છે.

પછડાટ વાગ્યો-ઈજાગ્રસ્ત

ઋષાલીબેન કહ્યું કે, હું સવારે સાડા આઠ વાગ્યે લિફ્ટમાં હતી. ચાર લોકો હતાં. ચોથા માળેથી લિફ્ટ નીચે પડી હતી. મને પણ થોડુ વાગ્યું હતું. અંદર ધુમાડો આવી ગયો હતો. કેમેરા તૂટી ગયા હતાં. પછડાટ ખૂબ વાગ્યો હતો.

આ સમાચાર શેર કરો