સુરત/ વરાછામાં સ્પાની આડમાં ચાલતો દેહ વ્યાપાર, મહિલા સંચાલક સહિત ગ્રાહકો ઝડપાયાં
સુરતમાં ઠેર ઠેર સ્પાની આડમાં દેહ વ્યાપારના ગોરખધંધા ચાલી રહ્યાં છે. ત્યારે આ ગે

સુરતમાં ઠેર ઠેર સ્પાની આડમાં દેહ વ્યાપારના ગોરખધંધા ચાલી રહ્યાં છે. ત્યારે આ ગેરકાયદે ધમધમતી પ્રવૃતિઓ પર લગામ કસવા માટે છાસવારે દરોડા પાડવામાં આવતાં હોય છે. તેમ છતાં આ પ્રકારની પ્રવૃતિઓ દિવસે ને દિવસે ધમધમી રહી હોય તેમ વરાછા વિસ્તારમાંથી એક મહિલા સહિત બે ગ્રાહકોને ઝડપી લેવામાં આવ્યાં છે. સાથે જ યૌન શોષણનો ભોગ બનેલી 3 મહિલાઓને મુક્ત કરાવવામાં આવી હતી.
સ્પાની આડમાં લોહીનો વેપાર
વરાછા વિસ્તારમાં આવેલી માતાવાડી ખાતેના રૂવલ ચેમ્બર્સમાં સ્પા ચાલતું હતું. આ સ્પામાં માલિશની જગ્યાએ દેહ વ્યાપાર ચાલતો હતો. જેની ફરિયાદ સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી. જેથી બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. આ રેડમાં પોલીસે 3 મહિલાઓ, મહિલા સ્પા સંચાલક અને બે ગ્રાહકોને ઝડપી લીધા હતાં. ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહિલા સંચાલક ઝડપાઈ
આરોપી મહિલા રામાચંન્દ્ર સ્વાઈ, સુંધાશુ પપ્પુસિંગ રાજપુત અને સુંધાશુ પપ્પુસિંગ રાજપુતની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે યૌન શોષણનો ભોગ બનેલી ત્રણ મહિલાને મુક્ત કરાવી હતી. ત્યારબાદ તેમને પોતાના જીવનમાં પરત ફરવા માટે કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતુ. પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.








