મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત/ રાંદેરમાં વિદેશી સિગારેટનો જથ્થો ઝડપાયો, પેકેટ પર નહોતી હેલ્થ વોર્નિંગની નોટિસ

સુરતમાં છાસવારે વિદેશી સિગારેટો મળી આવતી હોય છે. ત્યારે રાંદેર વિસ્તારમાંથી હેલ્થ વોર્નિંગ

સુરત/ રાંદેરમાં વિદેશી સિગારેટનો જથ્થો ઝડપાયો, પેકેટ પર નહોતી હેલ્થ વોર્નિંગની નોટિસ

સુરતમાં છાસવારે વિદેશી સિગારેટો મળી આવતી હોય છે. ત્યારે રાંદેર વિસ્તારમાંથી હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. અલગ અલગ બે ઈસમો પાસેથી આશરે બે લાખ જેટલો વિદેશી સિગારેટનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

મુદ્દામાલ જપ્ત કરાયો

રાંદેરના પાલનપુર પાટિયાના ગણેશ મંદિર સામે જય ભોલે પાનમાંથી 1.30 લાખની સિગારેટ જપ્ત કરાઇ હતી. સિગારેટના મુદ્દામાલ સાથે સુભાષ લાલચંદ અમરનાણિની ધરપકડ કરાઈ હતી. આ ઉપરાંત પાલનપુર પાટિયા પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાંથી પણ વિદેશી સિગારેટ ઝડપાઇ હતી. મકાનમાં રહેતા મૂલચંદ નારવાણીના ઘરેથી 68,000 નો સિગારેટનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. હાલ SOG દ્વારા બંને આરોપીની ધરપકડ કરી તેની પાસેથી સિગારેટનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરાઇ હતી.

650 પેકેટ ઝડપાયો

અલગ અલગ સિગારેટની કંપનીના પેકેટ નંગ 650ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપી સામે ધી સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ કલમ 7,8,9 અને 20 મુજબ રાંદેર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

આ સમાચાર શેર કરો