સુરત/ બોલેરો કારમાં ચોરખાના બનાવી દારૂની હેરાફેરી કરનાર રંગેહાથ ઝડપાયો
લોકસભાની ચૂંટણીમાં દારૂની રેલમછેલ ન થાય તે માટે તંત્ર દ્વારા પૂરતી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે પો

લોકસભાની ચૂંટણીમાં દારૂની રેલમછેલ ન થાય તે માટે તંત્ર દ્વારા પૂરતી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે પોલીસ નજરથી બચવા બોલેરો કારમાં ચોરખાના બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરનારને ઝડપી લેવામાં આવ્યો છે. દારૂના જથ્થા કાર સહિત 8.73 લાખનો મદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
ચોંકાવનારા ચોરખાના મળ્યાં
બાતમીના આધારે સિલ્વર કલરની બોલેરો કારને દિલ્લી ચોકી પાસે અટકાવવામાં આવી હતી. જેમાંથી મિનેશ કાંતી પટેલને નીચે ઉતારી તપાસ કરવામાં આવી હતી. જોકે પહેલી નજરે પોલીસને બાતમી ખોટી હોવાનું લાગ્યું હતું. કારમાં ક્યાંય દારૂનું ટીપુંય દેખાતું નહોતું. પરંતુ, ઊંડી તપાસ કરતાં કારની પાછળની સીટ તથા ડીકીના ભાગે ચોરખાનું બનાવવામાં આવ્યું હતું. તે ખોલતાં સંતાડાયેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
1224 પાઉચ પકડાયા
તપાસ દરમિયાન વ્હીસ્કીના 180 મીલીના કુલ 1224 પાઉચ મળ્યા હતાં. સાથે જ એક મોબાઈલ અને રોકડા 2200 આરોપી પાસેથી કબ્જે કરવામાં આવ્યાં હતાં. આરોપી મીનેશને ઝડપી લેવાયો હતો. જ્યારે દારૂનો જથ્થો અને કાર આપનાર મીરલ પટેલ તથા અજયને વોન્ટેડ જાહેર કરાયા હતાં.








