મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત/ ગેસની બોટલ રી-ફિલિંગ કરવાનું કૌભાંડ પકડાયું, 13 દુકાનદારો સામે કાર્યવાહી

સુરતના કાપોદ્રા વિસ્તારમાં ગેસ સર્વિસની દુકાનની આડમાં ગેસના બોટલમાંથી બીજા બાટલામાં ગેસ રી-ફલિંગ કરા

સુરત/ ગેસની બોટલ રી-ફિલિંગ કરવાનું કૌભાંડ પકડાયું, 13 દુકાનદારો સામે કાર્યવાહી

સુરતના કાપોદ્રા વિસ્તારમાં ગેસ સર્વિસની દુકાનની આડમાં ગેસના બોટલમાંથી બીજા બાટલામાં ગેસ રી-ફલિંગ કરાતું હતું. આવી અલગ અલગ 13 દુકાનો પર રેઈડ કરવામાં આવી હતી. જેમાંથી કુલ 13 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે કહ્યું કે, ગેસ સર્વિસની આડમાં આરોપીઓ ગેસના બાટલામાંથી બીજા બાટલામાં ગેસ રી-ફિલિંગ કરતા હતા. બે દુકાનદારો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

41 બોટલ ઝડપાઈ

પોલીસે દરેક ટીમમાં 4 અધિકારીઓની 4 અલગ અલગ ટીમ બનાવી હતી. કુલ 20 પોલીસ કર્મચારી અને અધિકારીઓએ એક સાથે કાપોદ્રામાં અલગ અલગ કુલ 13 જગ્યા પર રેઈડ કરી હતી. જેમાંથી કુલ 13 દુકાનદારોને રંગેહાથ ગેસના બાટલામાંથી ગેસ રી-ફલિંગ કરતા ઝડપી પાડ્યા હતા. 13 દુકાનદારો પાસેથી અલગ અલગ કંપનીના ગેસના મોટા તથા નાના ભરેલા ગેસના બાટલાઓ તથા ખાલી ગેસના બાટલા મળી આવ્યાં હતાં. કુલ 41 બાટલા તેમજ ગેસ રિ-ફિલિંગનું મશીન નંગ 13, ઈલેક્ટ્રીક વજન કાંટા 13, ગેસ ભરવાનો વાલ 13 સહિતનો 1,44,100નો મુદ્દામાલ કબ્જે લીધો છે. 13 ઈસમો વિરુદ્ધ અલગ અલગ 13 ગુના દાખલ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ દુકાનદારો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ

વિકાસ બાવચંદ મારુ 
મનોજ ગિરધર કાનાબાર 
લલિત ગોવિંદ ચંદેલ 
નીતીશકુમાર વિનોદ પટેલ 
માધવ રતનલાલ ખટીક 
મુકેશ રાજુ મીર 
વિપુલ વરસુ મેર 
સુરેશ રામચંદ્ર તૈલી 
અશોક રતનલાલ ખટીક 
ઘનશ્યામ બાલુ લુણાદરીયા 
કનૈયાલાલ જગદીશ ખટીક 
પપ્પુસિંગ સોહનસિંગ 
બાવચંદ મોહન કપુપરા 

આ સમાચાર શેર કરો