મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બાળક રમત-રમતમાં ગળી ગયેલો આમલીનો ઠળિયો ફેફસામાં ફસાયો, શ્વાસ લેવામાં તકલીફ થતાં પરિવાર થયું દોડતું

સુરતની સિવિલ હોસ્પિટલ દક્ષિણ ગુજરાતના લોકો માટે આશિર્વાદ સમાન છે. ત્યારે અંતરિયાળ ગણા

બાળક રમત-રમતમાં ગળી ગયેલો આમલીનો ઠળિયો ફેફસામાં ફસાયો, શ્વાસ લેવામાં તકલીફ થતાં પરિવાર થયું દોડતું

સુરતની સિવિલ હોસ્પિટલ દક્ષિણ ગુજરાતના લોકો માટે આશિર્વાદ સમાન છે. ત્યારે અંતરિયાળ ગણાતા વાંસદા વિસ્તારમાં રહેતા પરિવારના બાળકને તાવ આવ્યા બાદ શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. જેથી પરિવાર માસૂમની સારવાર માટે હોસ્પિટલ દોડવાં લાગ્યું હતું. પરંતુ જ્યારે રિપોર્ટ બાદ ખબર પડી કે, તેના ફેફસામાં કંઈક છે. ત્યારે પરિવાર સુરત સિવિલ દોડી આવ્યું હતું. જ્યાં સર્જરી હાથ ધરવામાં આવી હતી.

રિપોર્ટમાં ફેફસામાં કંઈક હોવાનું દેખાયું

વાસદામાં ઉમરકુઈ ખાતે રહેતો કુણાલ ગામીતનો એક વર્ષનો પુત્ર બાદમાં બાળકને ગત ૧૮મીએ તાવ આવ્યો હતો. ત્યારે પરિવાર તા.૨૦મીએ ધરમપુરની હોસ્પિટલમાં લઈ ગયું હતું. ત્યાં એક્સ-રે સી.ટી સ્કેનમાં બાળકના ડાબી સાઇડ ફેફસામાં બાહ્ય પદાર્થ ફસાયેલો દેખાયો હતો. ધીરે ધીરે બાળકને શ્વાસ લેવા માટે તકલીફ પડતા વધુ સારવાર માટે તા. ૨૩મી મોડી રાત્રે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

ઓપરેશન કરાયું

સિવિલ હોસ્પિટલમાં ઇએનટી વિભાગના વડા ડો.જૈમીન કોન્ટ્રાકટર અને ટીમે બાળકના ફેફસામાં દુરબીન ઉતારીને સકસન ટેક્નિકથી ઓપરેશન કરી ઠળિયાને બહાર કાઢયો હતો. જેથી બાળકને રાહત થઇ હતી અને  પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. જો કે, બાળક આ ઠળિયો રમત-રમતમાં ગળી ગયો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.

આ સમાચાર શેર કરો