મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં હાઈવોલ્ટેજ ડ્રામા યથાવત, BSPના નેતાને મનાવવા પ્રયાસ, પ્યારેલાલ ભૂગર્ભમાં ઉતર્યાની આશંકા

સુરતમાં શનિવારથી શરૂ થયેલો હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામા બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. કોંગ્રેસના નિલેશ

સુરતમાં હાઈવોલ્ટેજ ડ્રામા યથાવત, BSPના નેતાને મનાવવા પ્રયાસ, પ્યારેલાલ ભૂગર્ભમાં ઉતર્યાની આશંકા

સુરતમાં શનિવારથી શરૂ થયેલો હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામા બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. કોંગ્રેસના નિલેશ કુંભાણીનું ફોર્મ રવિવારે રદ્દ થયું હતું. ત્યારથી ભાજપે આ બેઠકને બિનહરિફ કરવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. ભાજપ સિવાયના આઠ ઉમેદવારોના ફોર્મ માન્ય થયાં હતાં. ત્યારે ભાજપ અપક્ષ સહિતની નાની પાર્ટીઓના ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવવામાં સફળ રહ્યું હતું. પરંતુ બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારને હજુ સુધી મનાવી શકી નથી. ત્યારે મળતી વિગતો અનુસાર પ્યારેલાલ ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવી આશંકા સેવવામાં આવી રહી છે.

સંપર્ક વિહોણા બન્યા પ્યારેલાલ

બહુજન સમાજ પાર્ટીના પ્યારેલાલ ભારતી અચાનક લાઈમલાઈટમાં આવી ગયા છે. અપક્ષ સહિતના ઉમેદવારો મેદાનમાંથી ખસી ગયા છે. ત્યારે પ્યારેલાલ પણ જો ફોર્મ પરત ખેંચી લે તે માટે પ્રયત્નો થઈ રહ્યાં છે. પ્યારેલાલને મનાવવા માટે નેતાઓ પ્રયાસ કરી રહ્યાં છે. પરંતુ પ્યારેલાલ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું સામે આવી રહ્યું છે.સૂત્રો અનુસાર પ્યારેલાલે પોતાનો મોબાઈલ ફોન પણ બંધ કરી દીધો છે.

ટપોટપ ઉમેદવારી પરત ખેંચાઈ

સુરતની બેઠક પરથી કુલ 15 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવ્યા હતા. બાદમાં ફોર્મ ચકાસણી વખતે 6 ઉમેદવારના ફોર્મ રદ થયા હતાં. હવે ચૂંટણી જંગમાં નવ ઉમેદવારોમાંથી ભાજપના ઉમેદવારને બાદ કરતા આઠ ઉમેદવારો મેદાનમાં હતા. આ આઠમાંથી બાકીના 7 ઉમેદવારોએ તેમના નામ પાછા ખેંચી લીધા હતા. સુત્રોની વાત માનીએ તો સુરત બેઠક બિનહરીફ પણ થઈ જાય તો નવાઈ નહીં. જો એવું થાય તો સુરત દેશની પ્રથમ બિનહરીફ બેઠક બનશે.

આ સમાચાર શેર કરો