મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત/ પાંડેસરા વિસ્તારમાં અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, સોસાયટીમાં ઘુસીને વાહનોમાં કરી તોડફોડ

પોલીસ કમિશનર વિહોણા હાલના સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ રોજે રોજ કથળી રહી છે. અસામા

સુરત/ પાંડેસરા વિસ્તારમાં અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, સોસાયટીમાં ઘુસીને વાહનોમાં કરી તોડફોડ

પોલીસ કમિશનર વિહોણા હાલના સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ રોજે રોજ કથળી રહી છે. અસામાજિક તત્વો રોજે રોજ માથા ઉંચકી રહ્યાં છે. ત્યારે અસામાજિક તત્વો તોફાન મચાવતા હોવાનું સામે આવી રહ્યું છે. જેમાં આ વખતે પાંડેસરા વિસ્તારમાં અસામાજિક તત્વોએ વાહનોમાં તોડફોડ કરી હતી.જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 

હથિયારોથી તોડફોડ કરી

પાંડેસરા વિસ્તારમાં આવેલા મરાઠા નગર સોસાયટીમાં કેટલાક માથાભારે અસામાજિક તત્વો ઘુસી ગયા હતાં. જેમણે સામાન્ય મુદ્દે સોસાયટીમાં પોતાની ધાક જમાવવા માટે લાકડાના ફટકા સહિતના હથિયારોથી વાહનોની તોડફોડ કરી હતી. આ તોડફોડનો વીડિયો સ્થાનિકોએ મોબાઈલમાં કેદ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

અસામાજિક તત્વોને અંકુશમાં લેવા માગ

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં લોકોએ કોમેન્ટ કરતાં કહ્યું કે, અસામાજિક તત્વો પોતાનો રોફ જમાવવા માટે થઈને ધમાલ મચાવે છે. જો આ લોકોને અત્યારથી કાબુમાં લેવામાં નહી આવે તો આગળ જતાં આ લોકો જ મોટા ગુંડા પણ બની શકે છે. લોકોમાં રૌફ પેદા કરનારા તત્વોને બને તેટલી ઝડપથી અંકુશ મેળવવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો