મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત પાલિકાના સ્વિમિંગ પૂલની ફી મુદ્દે આક્રોશ, ફી વધારો પરત ખેંચવાની માગ

સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 17 જેટલા સ્વિમિંગ પૂલનું સંચાલન કરવામાં આવે છે. જેમાં થોડા સમય પ

સુરત પાલિકાના સ્વિમિંગ પૂલની ફી મુદ્દે આક્રોશ, ફી વધારો પરત ખેંચવાની માગ

સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 17 જેટલા સ્વિમિંગ પૂલનું સંચાલન કરવામાં આવે છે. જેમાં થોડા સમય પહેલા વીર સાવરકર ડાઇવીગ પૂલની ફી વધારવામાં આવી હતી. જે મામલે મહાનગરપાલિકામાં રજૂઆત થતા ફી ઘટાડવાનો ઠરાવ પસાર થયો હતો. હજુ સુધી આ ઠરાવ લાગુ ન થતાં સ્વિમિંગ પૂલના સભ્યોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

ઠરાવનો નથી થતો અમલ

સુરત મહાનગરપાલિકા સંચાલિત ડાઇવિંગ પૂલની ફી વધારવામાં આવી છે. જેનો વિરોધ સ્વિમિંગ કરતાં મેમ્બરો દ્વારા અનેક વખત કરાયો છે. આ મામલે સુરત મહાનગરપાલિકામાં સ્વિમિંગ પૂલના સભ્યોએ રજૂઆત કરી હતી. અરજીઓ કર્યા બાદ મહાનગરપાલિકાની ઉચ્ચ હોદ્દેદારોની મિટિંગમાં ફી વધારાનો નિર્ણય પાછો ખેંચવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ ઠરાવ પસાર થયાને ચાર મહિના ઉપર વીતી ગયા હોવા છતાં હજુ પણ સભ્યો પાસેથી 4,500 ફી લેવામાં આવે છે.

ચૂંટણીનો મુદ્દો આડે લવાયો-સભ્ય

ડાઇવિંગ પૂલના સભ્ય અતુલ મહેતાએ કહ્યું કે, આ મામલે ઠરાવ પસાર થઈ ગયો છે. છતાં પણ હોદ્દેદારો તરફથી ફી વધારો પાછો ખેંચાયો નથી અને હાલમાં ચૂંટણી હોવાને લઈ આચાર સંહિતાનો નનૈયો ભણવામાં આવી રહ્યો છે. આ મામલે ફક્ત મહાનગરપાલિકાના કમિશનરે ઠરાવ પર સહી કરવાની છે. આ લેટર ડાઇવિંગ પૂલ સુધી પહોંચાડવાનો છે. પરંતુ હજુ સુધી આ કામ થયું નથી. જેથી ફી વધારાને લઈ ઘણા બધા સ્વિમિંગ પૂલના સભ્યો ઘટી ગયા છે. ફી વધારા બાદ સભ્યો ઘટી રહ્યા છે. ત્યારે તાત્કાલિક ધોરણે આ ફી વધારાનો ઠરાવ પાછો ખેંચાયો છે. તે લાગુ કરવામાં આવે તેવી માંગ સ્વિમિંગ પૂલના સભ્યોની છે.

આ સમાચાર શેર કરો