મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત/ અનૈતિક પ્રેમ સંબંધમાં માસૂમની હત્યા કરનારા ઝડપાયા, 25 દિવસે રાજસ્થાનથી મહિલા અને પ્રેમી દબોચાયા

સુરતના સરથાણા વિસ્તારમાંથી અજીબ હત્યાની ઘટના સામે આવી છે. અનૈતિક પ્રેમ સંબંધમાં ત્રણ વર્ષ

સુરત/ અનૈતિક પ્રેમ સંબંધમાં માસૂમની હત્યા કરનારા ઝડપાયા, 25 દિવસે રાજસ્થાનથી મહિલા અને પ્રેમી દબોચાયા

સુરતના સરથાણા વિસ્તારમાંથી અજીબ હત્યાની ઘટના સામે આવી છે. અનૈતિક પ્રેમ સંબંધમાં ત્રણ વર્ષના બાળકનો ભોગ લેવાયો છે. પતિને છોડી મહિલાએ પ્રેમી સાથે ભાગવા માટે ત્રણ વર્ષના બાળકની હત્યા નીપજાવી હતી. સમગ્ર બનાવની મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના બાસવાડા જિલ્લાનું આદિવાસી શ્રમિક દંપતી સુરતના સરથાણાના ગઢપુર વિસ્તારમાં આવેલી બાંધકામ સાઈટ પર કામ કરતું હતું. પતિ પત્ની તેના ત્રણ વર્ષના બાળક સાથે બાંધકામ સાઈટ પર મજૂરી કામ કરતો હતો. આ દરમિયાન મહિલા લીલાને આ જ બાંધકામ સાઈટ પર કામ કરતા અન્ય રાજસ્થાનના આદિવાસી અજય નામના યુવક સાથે પ્રેમ થયો હતો. જેને લઇ બંને પતિને જાણ ન થાય તે રીતે ત્રણ વર્ષના બાળક સાથે રાજસ્થાન ફરાર થઈ ગયા હતા.

મહિલા લીલા ત્રણ વર્ષના બાળક સાથે પ્રેમી અજય જોડે રાજસ્થાનના બાસવાડા જિલ્લામાં ફરાર થઈ ગઇ હોવાની જાણ થઈ હતી. જેને લઇ મહિલાના પતિએ રાજસ્થાનના બાસવાડા જિલ્લાના દાનપુર પોલીસ મથકમાં પ્રેમી અજય અને પત્ની સામે બાળકના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને આધારે પોલીસ બંનેને શોધખોળ કરી રહી હતી. દરમિયાન ગતરોજ 25 દિવસ બાદ બાસવાડાની દાનપુર પોલીસે બંને મહિલા અને પ્રેમીની ધરપકડ કરી હતી. જો કે, પોલીસે બંનેની ધરપકડ કરી ત્યારે તેમની પાસેથી ત્રણ વર્ષનું બાળક મળી આવ્યું ન હતું. જેને લઇ પોલીસે બાળક વિશે પૂછપરછ કરતાં ચોંકાવનારી હકીકત જાણવા મળી હતી. બંનેએ રાજસ્થાન પોલીસને જણાવ્યું હતું કે સુરતના સરથાણા વિસ્તારમાંથી ભાગતા પહેલા ત્રણ વર્ષના બાળકની હત્યા કરી હતી અને ત્યારબાદ તેઓ ફરાર થયા હતા.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પરિણીત પ્રેમિકા લીલા અને પ્રેમી અજયએ રાજસ્થાન પોલીસને જણાવ્યું હતું કે, સુરતના સરથાણા વિસ્તારની બાંધકામ સાઈટ પર કામ કરી રહ્યા હતા. ત્યાં પાણીનો ખાડો હતો. બંને પ્રેમી પ્રેમિકાએ અનૈતિક સંબંધમાં ત્રણ વર્ષના બાળકની હત્યા કરી પાણીના ખાડામાં દફનવી ફરાર થઈ ગયા હતા.રાજસ્થાન પોલીસને બાળકની હત્યાની જાણ થતા સ્થાનિક સરથાણા પોલીસની મદદ લીધી હતી. રાજસ્થાન પોલીસે આરોપી પ્રેમી પ્રેમિકા અને સરથાણા પોલીસને સાથે રાખી બનાવની જગ્યાએ તપાસ હાથ ધરી હતી. જ્યાંથી પોલીસને હત્યા કરાયેલો ત્રણ વર્ષના બાળકનું મૃતદેહ પાણીના ખાડામાંથી મળી આવ્યો હતો. રાજસ્થાન પોલીસે ત્રણ વર્ષના બાળકના મૃતદેહનું સુરતની સિવિલ હોસ્પિટલમાં પીએમ કરાવ્યા બાદ બાળકની લાશનો કબજો મેળવી રાજસ્થાન પરત ફરી હતી. જો કે, હાલ તો આ સમગ્ર બનાવવા અંગે રાજસ્થાન પોલીસે સરથાણા પોલીસની મદદ મેળવી મહિલા લીલા અને તેના પ્રેમી અજય સામે અપહરણ બાદ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો