NEETની પરિક્ષામાં સુરતના વિદ્યાર્થીઓએ માર્યું મેદાન, 700થી વધુ માર્ક મેળવી વગાડ્યો ડંકો
મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ માટેની પરીક્ષા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રેસ એક્ઝામ યુજી 2024ના પરિણામો જાહેર થયા

મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ માટેની પરીક્ષા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રેસ એક્ઝામ યુજી 2024ના પરિણામો જાહેર થયા છે. જેમાં સુરતના વિદ્યાર્થીઓએ મેદાન માર્યા છે. વિદ્યાર્થીઓએ 700થી વધુ માર્ક મેળવીને દેશભરમાં ડંકો વગાડ્યો છે. ત્યારે સફળતા મેળવનારા વિદ્યાર્થીઓએ કહ્યું કે, સતત એકધારી મહેનતના કારણે આ સફળતા પ્રાપ્ત થઈ છે.
આકરી મહેનતથી સફળતા મળી
715 માર્ક મેળવીને સફળતા મેળવનારા શીખર કંસલે કહ્યું કે, આ પરીક્ષા ખૂબ હાર્ડ રહી હતી. ડગલે ને પગલે એમ થતું કે, મેડિકલ લાઈન લઈને ક્યાંક ભૂલ તો નથી થઈ ગઈ ને. પરંતુ એલનના શિક્ષકો દ્વારા જે પ્રકારે મોટિવેટ કરવામાં આવતાં હતાં. તતા જે પ્રકારનું ગાઈડન્સ આપવામાં આવતું હતું. તેને લઈને આ સફળતા પ્રાપ્ત થઈ છે આગામી સમયમાં દેશની બેસ્ટ કોલેજમાં એડમિશન લેવાની ઈચ્છા છે. આ સફળતામાં શિક્ષકોથી લઈને પરિવાર સહિતનાનો ખૂબ સપોર્ટ મળ્યો હતો.
વાતાવરણ યોગ્ય હોય તો સફળતા મળે
નેહચલસિંહ હંસપાલે કહ્યું કે, નીટ યુજી 2024ના પરિણામમાં ફરી એકવાર સુરતના વિદ્યાર્થીઓએ બાજી મારી છે. 700થી વધુ 11 વિદ્યાર્થીઓને નંબર મેળવવામાં સફળતા મળી છે. વિદ્યાર્થીઓની મહેનત તેમને મળતાં માર્ગદર્શનના કારણે આ સફળતા મળી છે. સફળતાનો શ્રેય કોઈ એક બાબતને જતો નથી. પરંતુ વાતાવરણ એ રીતેનું તૈયાર થયું હોય તો તમામ બાબતોને લઈને સફળતા મળતી હોય છે.








