મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતની SVNITમાં વિદ્યાર્થીઓની લડાઈમાં એકને સિક્યુરિટી ગાર્ડ અને ફેકલ્ટીએ ફટકાર્યો

સુરતની પ્રતિષ્ઠિત સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી (SVNIT)માં બે વિદ્

સુરતની SVNITમાં વિદ્યાર્થીઓની લડાઈમાં એકને સિક્યુરિટી ગાર્ડ અને ફેકલ્ટીએ ફટકાર્યો

સુરતની પ્રતિષ્ઠિત સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી (SVNIT)માં બે વિદ્યાર્થીઓની લડાઈમાં એક વિદ્યાર્થીને સિક્યુરિટી ગાર્ડ અને ફેકલ્ટી દ્વારા માર મરાતો હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર બનાવને લઈ હાલ વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વીડિયો વાઈરલ થતાં એસવીએનઆઇટી દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે, જે બે દિવસ બાદ રિપોર્ટ આપશે અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે.

વિદ્યાર્થીને માર મરાયો

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)માં ગણેશ ઉત્સવ અને ડ્રગ્સના સેવનને લઈ વિવાદ સર્જાયો છે, ત્યારે બીજી બાજુ સુરત શહેરના વધુ એક શૈક્ષણિક સંસ્થામાં બે વિદ્યાર્થીઓની લડાઈમાં સિક્યુરિટી ગાર્ડ અને ફેકલ્ટી દ્વારા એક વિદ્યાર્થીને માર મારતો હોવાની ઘટના પણ સામે આવી છે.

કમિટીની રચના

આ સમગ્ર મામલે એસવીએનઆઇટીના રજીસ્ટ્રાર પ્રમોદ માથુરે જણાવ્યું હતું કે, હોસ્ટેલની અંદર બે વિદ્યાર્થીઓ વચ્ચે લડાઈ થઈ હતી. જેમાં બંને વિદ્યાર્થીઓની ભૂલ છે. અમે તપાસ કમિટીની રચના કરી છે,જે બે દિવસમાં રિપોર્ટ આપશે અને જે જવાબદાર હશે તેમની સામે પગલાં ભરવામાં આવશે.

આ સમાચાર શેર કરો