તાપી RTO કચેરીમાં કડકાઈ, લોકોને ગેરમાર્ગે દોરનાર અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ
તાપીની સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, વ્યારા ખાતે દરરોજ મોટ

તાપીની સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, વ્યારા ખાતે દરરોજ મોટા પ્રમાણમાં લોકો આવતાં હોય છે. સરકારી કામ માટે આવેલા હોય અથવા કામ કરતા હોય તેવા અથવા વ્યાજબી કામ માટે આવેલા હોય છે. તે સિવાયના અનઅધિકૃત વ્યક્તિઓ, કે વ્યક્તિઓની ટોળી આ કચેરીમાં આવતી જાહેર જનતા, અરજદારોને ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે લલચાવીને કે ગેરમાર્ગે ન દોરે તે માટે જાહેરનામું બહાર પડાયું છે.
વિગતો આપવી ફરજિયાત
અનઅધિકૃત વચેટીયા તરીકે કામ કરવા ઈરાદો રાખતા આવા વ્યક્તિઓના પ્રવેશ પર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.આર.બોરડે જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામાનો અમલ તા.10.09.2024 સુધી રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંધન કરનારા વ્યક્તિઓ શિક્ષાને પાત્ર થશે. જેથી પ્રાઈવેટ સેક્ટરના માલિકોએ તેમના કર્મચારીઓની વિગતો પોલીસ સ્ટેશનમાં આપવી ફરજિયાત છે.
નિયમ તોડનારને થશે દંડ
આ જાહેરનામાં અનુસાર, જિલ્લાના તમામ મકાન બાંધકામ બિલ્ડર્સ તથા અન્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ પ્રાઈવેટ સેક્ટરના માલિકો/મેનેજમેન્ટ સ્ટાફ કે જેઓના યુનિટમાં કર્મચારીઓ, કારીગરો, મજૂરો હાલમાં કામ કરે છે. તેવા કાયમી, હંગામી, રોજિંદા કે કોન્ટ્રાકટરના કર્મચારી, કારીગરો કે મજૂરોના નામ, સરનામા સાથેની સંપૂર્ણ વિગતો તૈયાર કરી સબંધિત પોલીસ સ્ટેશન તથા મામલતદારને આપવાની રહેશે. હવે પછી કામ પર રાખવાના થતા એવા ઉપરોક્ત તમામ કારીગરો/કર્મચારીઓ અને મજૂરોની સંપૂર્ણ વિગત દિન-7મા સબંધિત પોલીસ સ્ટેશન તથા મામલદારને આપવાની રહેશે. આ હુકમનો અમલ તા. 10.09.2024 અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.








