મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

PI અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચે 'ઇલુ ઇલુ', મહિસાગર SP સફિન હસનની સખ્ત કાર્યવાહી

નોકરીના સ્થળે સાથી કર્મચારીઓ સાથે પ્રેમ સંબંધ બંધાવાની ઘટનાઓ બનતી હોય છે. પરંતુ લગ્નેતર સંબંધોની રાસલ

PI અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચે 'ઇલુ ઇલુ', મહિસાગર SP સફિન હસનની સખ્ત કાર્યવાહી

નોકરીના સ્થળે સાથી કર્મચારીઓ સાથે પ્રેમ સંબંધ બંધાવાની ઘટનાઓ બનતી હોય છે. પરંતુ લગ્નેતર સંબંધોની રાસલીલા ખેલતા પોલીસ કર્મચારીઓનો ભાંડો ફૂટતા ખાખીને લજવતી ઘટના મહિસાગર જિલ્લામાં બનતા ચર્ચાનો વિષય બની છે. મહિસાગરના કોઠંબા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી અને તેના સાથી મહિલા કર્મચારી વચ્ચેનો પ્રેમ સંબંધની ચર્ચાઓ બાદ સખ્ત કાર્યવાહી કરાઈ છે. જિલ્લા પોલીસ વડાએ બંને અધિકારીઓને ફરજ મોકૂફ કર્યા છે. 

PI અને કોન્સ્ટેબલ સસ્પેન્ડ

પ્રાપ્ત વિગતો પ્રમાણે મહિસાગર જિલ્લાના કોઠંબા પોલીસ સ્ટેશનમાં PI અને કોન્સ્ટેબલ વચ્ચેના લગ્નેત્તર સંબંધોને લઈને કાર્યવાહી કરવામાં આવી છે. PI અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચે પાંગરેલા પ્રેમ સંબંધોની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા સફિન હસને સખ્ત કાર્યવાહી કરી છે. ફરજ દરમિયાન દાખવેલી ગંભીર બેદરકારી બદલ PI અને મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડની કાર્યવાહી કરાતાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ બેડામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. 

749pdf_TEMNoHOa1762255529.pdfPDF જુઓ (નવી ટૅબમાં ખૂલશે)

રજૂઆત મળતા જિલ્લા SP સફીન હસનની કાર્યવાહી

જિલ્લા પોલીસ વડા સફિન હસને બંને કર્મચારીઓનો ફરજ મોકૂફીનો હુકમ કર્યો હતો. આ હુકમ પ્રમાણે કોઠંબા પોલીસ સ્ટેશનના PI અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચે આડા સંબંધો હોવાનું પ્રથમ દૃષ્ટિએ જણાઈ આવેલ છે. જે તમારી ફરજ દરમિયાન દાખવામાં આવેલી ગંભીર ગેર વર્તણૂંક છે. આ બાબતે ખાતાકીય તપાસના અંતે પૂરવાર થાય તો ફરજિયાત નિવૃત્તિ, રૂખસદ કે બરતરફી જેવી ગંભીર શિક્ષામાં પરિણમે તેમ છે. તેમજ જો તમને ફરજ પર ચાલુ રાખવામાં આવે તો સત્તાનો દુરૂપયોગ કરીને પુરાવાનો નાશ કરો તેમ છો. એટલા માટે જ્યાં સુધી તમારી સામે ખાતાકિય તપાસ પૂર્ણ ના થાય ત્યાં સુધી ફરજ મોકૂફીનો હુકમ કરવામાં આવે છે.

આ સમાચાર શેર કરો