અમદાવાદમાં લાગુ થશે સ્ટ્રીટ વેન્ડીંગ પોલિસી, ફૂડ સ્ટોલવાળા અને ફેરિયાઓ ગમે ત્યાં નહીં કરી શકે વેપાર
અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાનું એક કારણ રોડ પરનાં દબાણો છે. દબાણો દૂર થાય તે માટે કોર્પોરેશન દ્વા

અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાનું એક કારણ રોડ પરનાં દબાણો છે. દબાણો દૂર થાય તે માટે કોર્પોરેશન દ્વારા સ્ટ્રીટ વેન્ડીંગ પોલિસીનો અમલ કરવાનો નક્કી કરવામાં આવ્યું છે. સ્ટ્રીટ વેન્ડીંગ પોલિસી અમલીકરણ માટેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં લાવવામાં આવી હતી.
ટાઉન પ્લાનિંગ કમિટીને મોકલાઈ પોલિસીની દરખાસ્ત
આ પોલિસીના ડ્રાફ્ટમાં કેટલીક બાબતો ફેરવિચારણા માંગી લે તેવી હોવાથી આ દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવી ન હતી. ટાઉન પ્લાનિંગ કમિટીમાં દરખાસ્ત મોકલવામાં આવી છે. ટાઉન પ્લાનિંગ કમિટીના અભ્યાસ તેમજ સૂચનો બાદ તેને સ્ટેન્ડિંગ કમિટીમાં લાવવામાં આવશે.
આ પણ વાંચો : અમદાવાદમાં સીંધુ ભવન રોડ પર સ્પાની આડમાં દેહવેપાર, મેનેજરની ધરપકડ, બે સંચાલકો ફરાર
ગેસ સ્ટવનો ઉપયોગ કરતા ફૂડ સ્ટોલવાળા વેપારીઓનો સમાવેશ નથી કરવામાં આવ્યો
સ્ટ્રીટ વેન્ડીંગ પોલિસી અંતર્ગત નક્કી કરેલ જગ્યાએ જ ફૂડ સ્ટોલવાળા, ફેરિયાઓ અને પાથરણાવાળા નાના વેપારીઓ વેપાર કરી શકશે. ફેરિયાઓએ નિયત કરેલી ફી પણ મહાનગરપાલિકાને ચૂકવવી પડશે. પોલીસીમાં ગેસ સ્ટવનો ઉપયોગ કરીને ફૂડ બનાવતા ફૂડ સ્ટોલવાળા વેપારીઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી, જો તેમનો સમાવેશ નહીં કરવામાં આવે તો આવા વ્યવસાયકારોને વ્યવસાય કરવામાં મુશ્કેલી સર્જાશે.
415 જેટલી જગ્યાઓ નક્કી કરવામાં આવી
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 62000થી વધુ ફેરિયાઓ નોંધણી કરવામાં આવી છે અને પોલીસી અંતર્ગત 415 જેટલી જગ્યાઓ ફેરિયાઓ માટે નક્કી કરવામાં આવી છે ત્યારે હવે જોવાનું એ રહેશે આ પોલીસીમાં ટાઉન પ્લાનિંગ કમિટી કેવા સૂચનો ફેરફારો કરે છે.








