જૂનાગઢમાં કોંગ્રેસના ઉમેદવારના વિજય સરઘસમાં પથ્થરમારો, 5થી વધુ લોકો ઘાયલ
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત થઇ છે. ભાજપે 48 બેઠક જ્યારે કોંગ્રેસે 11 બેઠ

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત થઇ છે. ભાજપે 48 બેઠક જ્યારે કોંગ્રેસે 11 બેઠક કબ્જે કરી હતી. કોંગ્રેસના ઉમેદવારના વિજય સરઘસ દરમિયાન જૂનાગઢ વોર્ડ નંબર-8માં પથ્થરમારો કરવામાં આવ્યો છે. વિજય સરઘસ દરમિયાન પથ્થરમારામાં 5થી વધુ લોકો ઘાયલ થયા છે. કોંગ્રેસના વિજય સરઘસમાં પથ્થરમારો થયો છે.જૂનાગઢમાં ચીત ખાના ચોક પાસે પથ્થરમારો કરવામાં આવ્યો છે.
જૂનાગઢમાં વિજય સરઘસમાં પથ્થરમારામાં બંદોબસ્તમાં રહેલા મહિલા કોન્સ્ટેબલ પણ ઇજાગ્રસ્ત થયા હતા. પથ્થરમારાની ઘટના બાદ ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે. ચૂંટણી પરિણામને લઇને અંદરો અંદરની લડાઇ સામે આવી હતી.
વાંકાનેરમાં પણ બબાલ
બીજી બાજુ મોરબીના વાંકાનેરમાં વોર્ડ નંબર 6માં ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ફટાકડા ફોડવાની બાબતે બબાલ થઈ હતી.
જૂનાગઢમાં ક્યા વોર્ડમાં કોણ જીત્યું
વોર્ડ 01 - બીજેપી પેનલ
વોર્ડ 02 - બીજેપી પેનલ
વોર્ડ 03 - બીજેપી પેનલ
વોર્ડ 04 - 01 કોગ્રેસ, 03 ભાજપ
વોર્ડ 05 - બીજેપી પેનલ
વોર્ડ 06 - 2 બીજેપી, 2 કોંગ્રેસ
વોર્ડ 07 - બીજેપી પેનલ
વોર્ડ 08 - કોંગ્રેસ પેનલ
વોર્ડ 09 - 03 બીજેપી, 01 અપક્ષ
વોર્ડ 10 - બીજેપી પેનલ
વોર્ડ 11 - બીજેપી પેનલ
વોર્ડ 12 - બીજેપી પેનલ
વોર્ડ 13 - બીજેપી પેનલ
વોર્ડ 14 - બીજેપી પેનલ
વોર્ડ 15 - કોંગ્રેસ પેનલ








