કચ્છમાં નખત્રાણા બાદ માંડવી પોર્ટમાં ગણેશભક્તો પર પથ્થરમારો, પોલીસ ઘટનાસ્થળે
ગુજરાતમાં હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે. ભક્તિમય વાતાવરણમાં અમુક અસમાજિક તત્વો શાંતિભંગ કરવાના બદઈરાદા સાથે ગ

ગુજરાતમાં હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે. ભક્તિમય વાતાવરણમાં અમુક અસમાજિક તત્વો શાંતિભંગ કરવાના બદઈરાદા સાથે ગણેશ પંડાલ તેમજ ગણેશ ભક્તો પર પથ્થરમારો કરીને શાંતિ ડહોળાનો પ્રયાસ કરી રહ્યા છે તેમજ કોમી દંગા ભડકાવવાના પ્રયાસો કરી રહ્યા છે. સુરત, વડોદરા, ભરૂચ બાદ ગઈકાલે કચ્છના નખત્રાણામાં આવી ઘટના ઘટી હતી. તો આજે કચ્છમાં માંડવી પોર્ટ પર ફરી આવી ઘટના ઘટી છે.
કચ્છમાં માંડવી પોર્ટ પર ગણેશ વિસર્જન કરવા માટે આવેલા ભક્તો પર અસામાજિક તત્ત્વોએ પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં એક કારના કાચ તૂટ્યા હોવાના સમાચાર પણ વહેતા થયા હતા. જો કે પરિસ્થિતિ વણસે એ પહેલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
નખત્રાણાના કોટડા જડોદરા ગામમાં ચાર સગીર સહિત આઠની અટકાયત
ગઈ કાલે (10 સપ્ટેમ્બર) સાંજે કચ્છના નખત્રાણાના કોટડા જડોદરા ગામમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં પણ સુરતની જેમ બાળકોનો ઉપયોગ કરીને શાંતિ ડહોળાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, તોફાની તત્વોએ નજીકમાં આવેલા એક મંદિર પર અન્ય ધર્મનો ઝંડો પણ લગાવ્યો હતો.
કચ્છના નખત્રાણાના કોટડા જડોદરા ગામમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનાની જાણ થતા જ પોલીસે ગણેશ પંડાલ પર પથ્થરમારો કરીને મૂર્તિ ખંડિત કરનારા આઠ વ્યક્તિની અટકાયત કરી છે. જેમાં ચાર સગીરનો પણ સમાવેશ થાય છે.








