મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાં રીલ્સ બનાવવાના ચક્કરમાં ત્રણ યુવાનો કેનાલમાં ખાબકવાને મામલે ધારાસભ્યોનું નિવેદન

અમદાવાદ શહેરના ફતેવાડી વિસ્તારમાં કેનાલ નજીક ત્રણ યુવકો રીલ બનાવવા માટે નિકળ્યા હતા. જો

અમદાવાદમાં રીલ્સ બનાવવાના ચક્કરમાં ત્રણ યુવાનો કેનાલમાં ખાબકવાને મામલે ધારાસભ્યોનું નિવેદન

અમદાવાદ શહેરના ફતેવાડી વિસ્તારમાં કેનાલ નજીક ત્રણ યુવકો રીલ બનાવવા માટે નિકળ્યા હતા. જો કે, રીલ બનાવતા યુવકો કાર સાથે કેનાલમાં પડ્યા હતા. ત્રણ યુવકો સ્કોર્પિયો કાર ભાડેથી લઈને રીલ બનાવવા માટે ફતેવાડી કેનાલ પાસે આવ્યા હતા. કાર કેનાલમાં ખાબકતા સ્થાનિકોએ ફાયરને જાણ કરવામાં આવી હતી અને ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ હતી. ભારે જહેમત બાદ ફાયર ટીમે કેનાલમાં ખાબકેલી કારને બહાર કાઢી હતી. જો કે, કાર સાથે આવેલા ત્રણ યુવકોની શોધખોળ માટે ફાયરની ૦૩ ટીમો રેસ્ક્યુની કામગીરીમાં જોતરાઈ હતી પરંતુ હજુ સુધી ત્રણેય યુવકો અંગે કોઈ સમાચાર સામે આવ્યા નથી.

કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આપ્યું નિવેદન

અમદાવાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી જેમાં એક કેનાલ પાસે કેટલાક યુવકો રિલ બનાવવા માટે આવ્યા હતાં પરંતુ અચાનક જ ગાડી કેનાલમાં ખાબકી ગઈ હતી. અમદાવાદ શહેરના ફતેવાડી વિસ્તારની કેનાલમાં ત્રણ યુવક ડૂબવાના મામલે કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ નિવેદન આપ્યું છે.

ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે યુવાનોમાં રીલ્સનો શોખ ભારે પડ્યો છે. યુવાનોએ કેનાલ અથવા પર્વત પર જઈ કે ટ્રેનના પાટા પર રિલ ન બનાવવી જોઈએ. ઇશ્વરે જીદંગી જીવવા આપી છે. કેનાલમાં પડેલા યુવાનોના મૃતદેહ પણ હજુ નહી મળ્યાની વિગતો છે. કલેક્ટર સંકલન બેઠકમાં અમે અનેક વાર રજૂઆત કરી છે પરંતુ ફતેવાડી કેનાલ મુદે તંત્ર ખો આપે છે. જલ્દીથી કેનાલને કવર કરવામાં આવે જેથી આવી ઘટના બીજી વખત ન બને. તેમજ યુવાનોને મારી અપીલ છે આવા જોખમી સ્ટંટ ન કરે.

ધારાસભ્ય અમિત શાહે પરિવારજનોની સાંત્વના મુલાકાત લીધી

ફતેવાડી કેનાલમાં યુવાઓ કાર સાથે ડૂબ્યાં તે મામલે ધારાસભ્ય અમિત શાહે પરિવારજનોની સાંત્વના મુલાકાત લીધી હતી. ધારાસભ્ય અમિત શાહે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, કલેકટર અને કોર્પોરેશન વચ્ચે જમીનની આ વાત છે. યુવાઓએ સબક શીખવાની વાત છે કે રીલ્સ બનાવવામાં ભાન ન ભૂલવું જોઈએ. 3 યુવાનો સ્કોર્પિયો ગાડી સાથે કેનાલમાં પડી ગયા હતા. મને જાણ થતા તાત્કાલિક બેરેજમાં કોલ કરી તાકીદે પાણીનું વહેણ બંધ કરાવ્યૂ હતું. હું વિધાનસભામાં હતો, કોર્પોરેટર મેહુલ શાહને મેં સ્થળપર મોકલ્યા હતા. આ જમીન AMC  અને કલેક્ટર વચ્ચેની છે. આ જમીનનો રોડ પહોળો કરી પ્રોટેક્ટન મુકાય તેવું અમે કરીશું. તેમજ સુરક્ષા અંગે કામગીરી કરીશું. યુવાનોને આ સબક શીખવાડ્યું જેવું છે જીવ ન જોખમે રીલ્સ ન બનાવાય. નાની ઉંમરના દીકરાઓ મળ્યા હતા એ ગંભીર બાબત છે. જાન ન જોખમે યુવકોને વિડિઓ ન બનાવવો જોઈએ.

આ સમાચાર શેર કરો