મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં રીલ બનાવતા કાર કેનાલમાં ખાબકી, ત્રણ યુવકો ગુમ

સોશિયલ મીડિયામાં ઈન્સ્ટાગ્રામ રીલ બનાવવાની યુવાનોમાં ખુબ જ ઘેલછા હોય છે. રીલ બનાવવાના ચક્કરમાં

સોશિયલ મીડિયામાં ઈન્સ્ટાગ્રામ રીલ બનાવવાની યુવાનોમાં ખુબ જ ઘેલછા હોય છે. રીલ બનાવવાના ચક્કરમાં યુવાનોએ ઘણી વખત દુર્ઘટનાઓનો સામનો કરવો પડે છે. એવામાં અમદાવાદમાંથી કંઈક આ પ્રકારની જ એક વિચિત્ર ઘટના સામે આવી રહી છે, જેમાં રીલ બનાવવાના ચક્કરમાં ત્રણ યુવકો સવાર ગાડી કેનાલમાં ખાબકી હતી.

અમદાવાદ શહેરના ફતેવાડી વિસ્તારમાં કેનાલ નજીક ત્રણ યુવકો રીલ બનાવવા માટે નિકળ્યા હતા. જો કે, રીલ બનાવતા યુવકો કાર સાથે કેનાલમાં પડ્યા હતા. ત્રણ યુવકો સ્કોર્પિયો કાર ભાડેથી લઈને રીલ બનાવવા માટે ફતેવાડી કેનાલ પાસે આવ્યા હતા. કાર કેનાલમાં ખાબકતા સ્થાનિકોએ ફાયરને જાણ કરવામાં આવી હતી અને ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ હતી. ભારે જહેમત બાદ ફાયર ટીમે કેનાલમાં ખાબકેલી કારને બહાર કાઢી હતી. જો કે, કાર સાથે આવેલા ત્રણ યુવકોની શોધખોળ માટે ફાયરની ૦૩ ટીમો રેસ્ક્યુની કામગીરીમાં જોતરાઈ છે.

આ સમાચાર શેર કરો