મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: ફતેહવાડી કેનાલમાં કાર સાથે ડૂબ્યાં 3 યુવાન, 15 કલાક બાદ 2ના મૃતદેહ મળ્યા, હજુ એકની શોધખોળ

અમદાવાદના જુહાપુરા-સરખેજ વિસ્તારમાં આવેલ ફતેહવાડી કેનાલ ખાતે એક એવી ઘટના બની જેનાથી બધાએ ચેતી જવ

અમદાવાદ: ફતેહવાડી કેનાલમાં કાર સાથે ડૂબ્યાં 3 યુવાન, 15 કલાક બાદ 2ના મૃતદેહ મળ્યા, હજુ એકની શોધખોળ

અમદાવાદના જુહાપુરા-સરખેજ વિસ્તારમાં આવેલ  ફતેહવાડી કેનાલ ખાતે એક એવી ઘટના બની જેનાથી બધાએ ચેતી જવાની જરૂર છે. અહીં રીલ્સના ચક્કરમાં 3 યુવકો સ્કોર્પિયો કાર સાથે કેનાલમાં ખાબકી ગયા હતા. જેમાં યક્ષ ભંકોડિયા અને અન્ય એક યુવાન મૃતદેહ મળી આવતા તેના પરિવાર પર આભ તૂટી પડ્યો હતો. માહિતી અનુસાર યક્ષ જ કાર ચલાવી રહ્યો હતો પરંતુ અકસ્માતના સમયે તેણે આ કાર યશ સોલંકીને ચલાવવા આપી હતી. તો બીજી તરફ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો હતો. હજુ એક યુવાનની શોધખોળ ચાલી રહી છે. 

છેલ્લા 15 કલાકથી શોધખોળ યથાવત્

છેલ્લા 15 કલાકથી ફાયરબ્રિગેડની ટીમના સભ્યો હજુ એક યુવાનના મૃતદેહને શોધી રહી છે. માહિતી અનુસાર યક્ષ  નામનો યુવક આ કાર ચલાવી રહ્યો હતો પરંતુ અકસ્માતના સમયે યશ સોલંકીને કાર ચલાવવામાં આપી હતી. જેને કાર ચલાવતા આવડતી નહોતી અને ભૂલથી બ્રેકની જગ્યાએ એક્સિલેટર પર પગ મૂકી દેતાં કાર સીધી કેનાલમાં ખાબકી હતી. કેનાલમાં પાણીનું સ્તર ઓછું થતાં ફાયરના જવાનોને કેનાલમાં ચાલીને ત્રીજા યુવાનના મૃતદેહની શોધખોળ આદરવાની સૂચના આપવામાં આવી છે.

 જીવને જોખમમાં મૂકી રહી છે જેને લઈને વાલીઓએ ખૂબ જ સાવચેત રહેવાની જરૂર 

આ કાર 3500 રૂપિયામાં ચાર કલાક ભાડેથી લાવવામાં આવી હતી જેથી તેઓ રીલ્સ બનાવીને પોતાનો વટ બતાવી શકે. આ સમગ્ર ઘટના અંગે એમ ડીવીઝન ટ્રાફિફ પોલીસે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આજકાલના બાળકો અને યુવાનોમાં સોશિયલ મીડિયા પર છવાઈ જવાની અને પોતાનો વટ બતાવવાની ઘેલછા ભારે પડી રહી છે અને તેમના જીવને જોખમમાં મૂકી રહી છે જેને લઈને વાલીઓએ ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે. 

આ સમાચાર શેર કરો