રાજ્યનું પોલીસતંત્ર ઊંઘમાં!, કેદીઓ આરામ કરતા હોય તેવો જેલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
ગુજરાત: રાજ્યની અલગ અલગ જેલો અનેક વખત વિવાદોમાં આવી ચુકી છે. ત્યારે જ

ગુજરાત: રાજ્યની અલગ અલગ જેલો અનેક વખત વિવાદોમાં આવી ચુકી છે. ત્યારે જેલનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજ્યની જેલ સુરક્ષાઓ પર પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે.
સાબરમતી સેન્ટ્રલ જેલના નામે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો વાયરલ જોઈ શકાય છે કે જેલમાં કેદીઓ આરામ કરતા હોય તે સમયનો હોય શકે છે. ખુમાનસિંહ ઝાલા નામના વ્યક્તિના instagram એકાઉન્ટ પર આ વીડિયો મુકવામાં આવ્યો છે. Instagram પેજ ઉપર મુકેલ આ વીડિયોમાં કેદીઓની મુલાકાતના સમયનો માનવામાં આવી રહ્યો છે.
જો કે આ મામલે GSTVની સાબરમતી જેલના અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત થઇ હતી તેમાં તેમણે કહ્યું છે કે, ‘આ વીડિયો સાબરમતી જેલનો નથી.’ વાયરલ વીડિયો સાબરમતી જેલનો છે કે કેમ તે અંગે જીએસટીવી પુષ્ટિ કરતું નથી.






