Gujarat news: રાજ્ય સરકારે મહેસૂલ વિભાગમાં 207 તલાટી અને 145 નાયબ મામલતદારની કરી બદલી
ગુજરાત સરકારે મહેસૂલ વિભાગમાં ખાસ ફેરબદલ કર્યું છે. મળતા અહેવાલ પ

ગુજરાત સરકારે મહેસૂલ વિભાગમાં ખાસ ફેરબદલ કર્યું છે. મળતા અહેવાલ પ્રમાણે ગુજરાતના મહેસૂલ વિભાગમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં ખાતાના 207 મહેસૂલ તલાટી અને 145 નાયબ મામલતદારની બદલી કરવામાં આવી છે.
207 મહેસૂલ તલાટી અને 145 નાયબ મામલતદારની બદલી
મહેસૂલ વિભાગ મુજબ, રાજ્યના વિવિધ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ મામલતદારોને સંબંધિત કલેક્ટરની અરજી આધીન બદલી કરવામાં આવી છે. તેમજ મહેસૂલ તલાટી વર્ગ-3ના કર્મચારીની સ્વ-વિનંતી અને જિલ્લા ફેરબદલીની વિચારણ હેઠળ અલગ-અલગ જિલ્લામાં બદલીના હુકમ કરવામાં આવ્યા છે. મોટા પ્રમાણમાં બદલી થયા બાદ સમગ્ર ખાતામાં મોટાપાયે ફેરફાર થશે.






