મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સરકારે 1419 કરોડનું પેકેજ કર્યુ જાહેર, ખેડૂત આગેવાનોએ કહ્યું, નુકસાની સામે વળતર ઓછુ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં ખેડૂત હિતલક્ષી મહત્વનો ન

સરકારે 1419 કરોડનું પેકેજ કર્યુ જાહેર, ખેડૂત આગેવાનોએ કહ્યું, નુકસાની સામે વળતર ઓછુ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય કરાયો છે. રાજ્યમાં તાજેતરમાં ભારે વરસાદથી થયેલા નુકસાનને પગલે રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા 1419.62 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 1097.31 કરોડ SDRF હેઠળ અને રાજ્ય બજેટમાંથી 322.33 કરોડ ચૂકવાશે. આ નિર્ણયને દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ આવકાર્યો છે. સાથે જ નુકસાની સામે પેકેજ ઓછું હોવાની પીડા વ્યક્ત કરી હતી.

ખેડૂતો સાથે ફરી મજાક

ખેડૂત આગેવાન ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયકે કહ્યું કે, રાજ્ય સરકારે ખેડૂતોના ખભે હાથ મૂકવાનો પ્રયાસ કર્યો છે. તે સારી બાબત છે. પરંતુ રાહત પેકેજ મજાક સમાન છે. ઓગષ્ટ મહિનામાં 350 કરોડ આપવાની વાત કરી હતી.જો કે, હજુ સુધી એક પણ ખેડૂતને તેનું કંઈ મળ્યું નથી. ઉપરથી આ પેકેજમાં પણ કંઈ નવું નથી. નુકસાની જે ખેડૂતોને થઈ છે. તેની સામે વળતર મજાક સમાન છે. પંચાયતથી પાર્લામેન્ટ સુધી એક જ સરકાર છે. તેમ છતાં ખેડૂતો માટે યોગ્ય મેનેજમેન્ટ આ સરકાર ગોઠવી શકી નથી. છેલ્લા ઘણા વર્ષોથી વરસાદની પેટર્ન બદલાઈ છે. તેમ છતાં સરકાર દ્વારા કોઈ જ એવી વ્યવસ્થા કરાઈ નથી. જેથી ખેડૂતોને યોગ્ય રાહત મળી શકે. હજુ આ પેકેજની રકમ પણ ખેડૂતોને ક્યારે મળશે તે કહી શકાય તેમ નથી. સરકાર યોગ્ય વ્યવસ્થા ખેડૂતો માટે કરે માત્ર જાહેરાતો ન કરે બસ એટલું જ અમારું કહેવું છે

પેકેજ નાનું પડે તેમ છે- ખેડૂત આગેવાન

સરકારે ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરતા દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ દેલાડ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, સરકારે તાબડતોબ ઝડપી કરેલા નિર્ણયને અમે આવકારીએ છીએ. દરેક જિલ્લામાં આ માવઠાની અસર છે. પરંતુ 20 જિલ્લાઓ અને 6 હજાર ગામડાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિર્ણયને વખોડીએ છીએ. ગુજરાતમાં 50 લાખ જેટલા ખેડૂતો ખાતેદાર છે. ત્યારે સરકારે 1400 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે. એ ખૂબ જ નાનું છે.

ખેડૂતોને ઓછું વળતર મળશે

સરકારે જાહેર કરેલા પેકેજમાંથી વળતર ખૂબ ઓછું મળવાનું છે. જે ખેડૂતોની મજાક સમાન છે. સરકારને રજૂઆત છે કે, આ રકમમાં વધારો કરી SDRFની નિયમો મુજબ નહિ પરંતુ મેન્યુઅલી ગ્રામ સેવકને હાજર રાખી સર્વે કરાવો છે. દરેક ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવી જાહેરાત કરવી જોઈએ. આ જાહેરાતમાં સુધારો કરવો જોઈએ.

આ સમાચાર શેર કરો