દક્ષિણ ગુજરાતના સહકાર રાજકારણમાં ગરમાવો, ડિસ્ટ્રીક્ટ બેંકના ડિરેક્ટર પાસેથી માગી લેવાયું રાજીનામુ
દક્ષિણ ગુજરાતના સહકારી રાજકીય આલમમાં વધુ એક મોટો ખળભળાટ મચી ગયો છે. સુમુલ ડેરી અને ડિસ્ટ્રીક બ

દક્ષિણ ગુજરાતના સહકારી રાજકીય આલમમાં વધુ એક મોટો ખળભળાટ મચી ગયો છે. સુમુલ ડેરી અને ડિસ્ટ્રીક બેંકના ડિરેક્ટર નરેશ પટેલ પાસે પક્ષ દ્વારા પ્રદેશમાંથી સૂચના અનુસાર રાજીનામું માંગી લેવાયું છે. નરેશ પટેલે પાર્ટીની અવગણના કરી માનસિંગ પટેલ સામે મોલાસીસ વિવાદમાં પક્ષની સેન્સ લીધા વિના વ્યારા સુગરના ઉપપ્રમુખ તરીકે રાજીનામુ આપી દીધું હતું.
ભાજપ નરેશ પટેલ માટે આકરો
દક્ષિણ ગુજરાતમાં વધુ એક વાર સહકારી રાજકારણ ગરમાયુ છે. ફરીવાર સુમુલ ડેરીના ચેરમેન માનસિંગ પટેલ અને ડિસ્ટ્રીકટ બેન્કના પૂર્વ ચેરમેન સુમુલના ડિરેક્ટર એવા નરેશ પટેલ વચ્ચે મોલાસીસ ખરીદી મામલે વિવાદ સર્જાયો હતો. માનસિંગ પટેલ બોર્ડ સભ્યોને વિશ્વાસમાં લીધા વિના મહુવા સુગરને એડવાન્સ પેટે 10 કરોડ આપી દેતા વિવાદ સર્જાયો હતો. સમગ્ર મામલે નરેશ પટેલ અને માનસિંગ પટેલ પક્ષના સિનિયર આગેવાનો હોવા છતાં નરેશ પટેલ વિરોધમાં આવી ગયા હતાં. સરકારના મેન્ડેટ મુજબ નરેશ પટેલને વ્યારા સુગરમાં કસ્ટડીયન કમિટીમાં ઉપપ્રમુખ બનાવવામાં આવ્યાં હતાં. આ વિવાદ ઉભો થતાં તેમને અચાનક ઉપપ્રમુખ પદેથી રાજીનામુ આપી દેતા ભાજપ પક્ષમાં ઘેરાં પ્રત્યાઘાત પડ્યાં હતાં. જેથી હવે ભાજપ પક્ષ નરેશ પટેલ સામે આકરું બન્યું છે. પક્ષની સુચનાથી તમામ હોદ્દા પરથી રાજીનામું માંગવામાં આવ્યું હોવાની વાતો સામે આવી છે.
માગવા છતાં રાજીનામું ન આપ્યું
રાજીનામું માંગ્યા છતાં મોડી સાંજ સુધી નરેશ પટેલે રાજીનામું આપ્યું ન હતું. જ્યાં હવે પાર્ટીના મેન્ડેટથી વ્યારા સુગરના ઉપપ્રમુખ પદે ગોઠવાયેલા નરેશ પટેલે પાર્ટીની પરવાનગી વિના મનસ્વી રીતે રાજીનામું આપી દેતા સુમુલ ડેરી અને ડિસ્ટ્રીક બેંકના ડિરેક્ટર પદની સાથે, ગુજકો માર્શલના હોદ્દા પરથી પણ રાજીનામું માંગી લેવાયું હોવાની વાતો સામે આવી છે.








