મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ક્ષત્રિયોનો રોષ યથાવત: પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સોનગઢ ગામે ક્ષત્રિય સમાજના લોકોની આગેવાનીમાં વેપ

ક્ષત્રિયોનો રોષ યથાવત: પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સોનગઢ ગામે ક્ષત્રિય સમાજના લોકોની આગેવાનીમાં વેપાર-ધંધા બંધ રાખવા નિર્ણય કરાયો હતો, જેમાં તમામ સમાજના લોકોએ સમર્થન આપ્યું હતું અને આખો દિવસ સોનગઢ ગામ સજ્જડ બંધ રહ્યું હતું. રૂપાલા અને ભાજપના વિરોધમાં બંધનુ એલાન આપવામાં આવ્યું હતું.

આખો દિવસ સોનગઢ ગામ સજ્જડ બંધ રહ્યું

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સોનગઢ ગામ ખાતે ગુરૂવારે ક્ષત્રિય સમાજના લોકોની આગેવાનીમાં પરશોત્તમ રૂપાલા અને ભાજપના વિરોધમાં ગામ બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો હતો. ક્ષત્રિય સમાજના લોકોને અન્યસમાજના લોકોએ સમર્થન આપ્યું હતું અને વેપાર-ધંધા બંધ રાખવામાં આવ્યા હતાં. સોનગઢ ગામ આખો દિવસ સજ્જડ બંધ રહ્યું હતું અને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. સોનગઢ ગામના લોકો ભેગા થયા હતા અને રૂપાલાના વિરોધમાં સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં. 

ક્ષત્રિય સમાજના લોકોમાં રોષ યથાવત

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ સામે અભદ્ર ટિપ્પણી કરી હતી તેથી ક્ષત્રિય સમાજના લોકોમાં રોષ યથાવત રહ્યો છે. આ રોષ દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યો છે. હવે ક્ષત્રિય સમાજના લોકોએ ભાજપનો ખુલ્લેઆમ વિરોધ શરૂ કર્યો છે. 

મોડાસામાં ભાજપના બે કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજનો વિરોધ પ્રદર્શન

કેન્દ્રીયમંત્રી અને રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે કરવામાં આવેલી ટિપ્પણીને વિરોધ હજુ શમતો નથી. અરવલ્લીના માલપુર અને મેઘરજૂ ખાતે ભાજપ કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે ક્ષત્રિય સમાજના વિરોધ બાદ મોડાસા શહેરના ઉમિયા ચોક ખાતે ગત બુધવારની સાંજે ભાજપના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટનઅને સામાજિક સંવાદ કાર્યક્રમ જુદાજુદા ૨૧ બક્ષીપંચ સમાજના અગ્રણીઓ, ભાજપના કાર્યકરો અને અગ્રણીઓની ઉપસ્થિતીમાં યોજાઈ રહ્યો હતો.

ચાલુ કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય સમાજના આગેવાનો, યુવાનો અને કાર્યકરો હાથમાં ભગવા ઝંડા લઈને જયશ્રી રામ, જય ભવાનીના નારા સાથે ત્યાં ઘસી આવ્યા હતા અને “રૂપાલા હાય હાય”ના સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો. જે મામલે પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહેલા ૨૫ શખ્સોની અટકાયત કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો