મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Kutch: નખત્રાણાના વિગોડી ગામે પુત્રએ કરી પિતાની કરી હત્યા, કારણ જાણી ચોંકી જશો 

કચ્છના નખત્રાણા તાલુકાના વિગોડી ગામે એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો

Kutch: નખત્રાણાના વિગોડી ગામે પુત્રએ કરી પિતાની કરી હત્યા, કારણ જાણી ચોંકી જશો 

કચ્છના નખત્રાણા તાલુકાના વિગોડી ગામે એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જ્યાં એક પુત્રએ પોતાના પિતાની નિર્મમ હત્યા કરી નાખી છે. પુત્રના હાથે પિતાની હત્યાના આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

બનાવ મોડીરાત્રે વિગોડી ગામે બન્યો હતો, જ્યારે 70 વર્ષીય વૃદ્ધ પિતા ફકીરમામદ આમદ નોડે પોતાના ખાટલા પર સૂતા હતા. આ જ સમયે તેમના પુત્ર અભુભખરે તેમના મોઢા પર પથ્થરના ઘા મારીને તેમની હત્યા નીપજાવી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પુત્ર અભુભખરને તેના પિતા ફકીરમામદ આમદ નોડે દ્વારા અવારનવાર કમાણી બાબતે ઠપકો આપવામાં આવતો હતો. ક્રોધિત સ્વભાવ અને માનસિક રીતે અસ્વસ્થ એવા પુત્ર અભુભખરે આ ઠપકાથી ખુન્નસમાં આવીને પોતાના પિતાની હત્યા કરી નાખી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

આ ઘટના અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને પુત્ર અભુભખરની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો