ચોમાસામાં શૌચાલય જતાં પહેલાં સાવધાન, બારડોલીના ઈસરોલીમાં જે બન્યું તે જાણીને ચોંકી જશો..
ચોમાસાની મોસમમાં ઉતાવળે શૌચાલયમાં જતા પણ એક વાર સાવધાન કરતો કિસ્સો સામે આવ

ચોમાસાની મોસમમાં ઉતાવળે શૌચાલયમાં જતા પણ એક વાર સાવધાન કરતો કિસ્સો સામે આવ્યો છે. બારડોલીના ઈસરોલી ગામના શૌચાલયમાંથી ઝેરી સાપ નીકળ્યો હતો. જેને કારણે હવે લોકો શૌચાલયમાં જતાં પણ સાત વાર વિચાર કરે છે. સાથે જ શૌચાલય જતાં લોકો એક મેકને કહી રહ્યા છે કે, ગમે તેવી ઉતાવળ હોય એકવાર સાપ નથી ને તે ચેક જરૂર કરી લેજો.
ટોયલેટમાં સાપ દેખાતા ધ્રુજી ઉઠયાં
ચોમાસાની ૠતુ શરુ થતાની સાથે શહેર, ગામ કે શેરી, મહોલ્લામાં ઝેરી અને બિનઝેરી સરિસૃપો નિકળવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે આજ રોજ વહેલી સવારે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઈસરોલી ગામની ડ્રીમ હોમ સોસાયટીમાં રહેતા અમિતભાઈ ચૌધરીના ઘરે ટોઈલેટમાં એક સાપ જોવા મળ્યો હતો. તેઓ તથા પરિવાર ભયમાં મૂકાઈ ગયું હતું.
એક કલાકે સાપ બહાર નીકળ્યો
સાપ ટોયલેટમાં હોવાથી અમિતભાઈએ તાત્કાલિક બારડોલી ફ્રેન્ડ્સ ઓફ એનિમલ ટીમના પ્રમુખ જતીન રાઠોડને જાણ કરી હતી. જેથી ટીમના સભ્યો વિપુલ પારેખને મોકલતા તેમણે શૌચાલયના બોખરામાં અંદરથી એક ચાર ફુટનો ઝેરી કોબ્રા સાપ હોવાનું તપાસ્યું હતું. બાદમાં એક કલાકની ભારે જહેમત બાદ સાપને સહી સલામત બહાર કાઢી રેસ્ક્યું કર્યું હતું. બાદમાં નજીકના જંગલમાં છોડી મૂકવામાં આવ્યો હતો.








