મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: SOGની ટીમે અમદાવાદ હાઇવે પરથી હથિયાર અને જીવતા કારતૂસ સાથે 4 શખ્સોને દબોચ્યા

રાજકોટમાં SOGની ટીમે સપાટો બોલાવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટના સ્પે

રાજકોટ: SOGની ટીમે અમદાવાદ હાઇવે પરથી હથિયાર અને જીવતા કારતૂસ સાથે 4 શખ્સોને દબોચ્યા

રાજકોટમાં SOGની ટીમે સપાટો બોલાવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે  રાજકોટના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા રાજકોટ- અમદાવાદ હાઇવે પરથી હથિયાર અને જીવતા કારતૂસ સાથે 4 શખ્સો ઝડપાયા હતા. SOGને બાતમી મળી હતી કે રાજકોટ- અમદાવાદ હાઇવે પર એક કારમાં હથિયાર લઈને 4 શખ્સો ફરી રહ્યા છે.

આ પણ વાંચો: ઓવરટેક બન્યો જીવલેણ: સગીરોને વાહન આપો છે તો ચેતી જજો, 15 વર્ષના કિશોરનું અકસ્માતમાં મોત

કારમાંથી 4 શખ્સો હથિયાર સાથે ઝડપાયા

બાતમીના આધારે શંકાસ્પદ કારને આંતરીને SOGની ટીમે તપાસ આદરી હતી. જેમાં 4 શખ્સો એક કારમાં સવાર હતા,તેમની પાસેથી  1 દેશી પિસ્ટલ, 4 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. 

SOGએ 3.45 લાખનો મુદામાલ જપ્ત કર્યો

રાજકોટ SOG એ હથિયાર, કાર, કારતૂસ અને મોબાઈલ સહીત 3.45 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. SOG સંદીપ નવાણી, અભય મારુનિયા, મયુર તોલાણી અને વિકી વધવાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

કુવાડવા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો

સમગ્ર મામલે કુવાડવા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ તે દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ શખ્સો ક્યાંથી હથિયાર લાવ્યા, તેમનો ઈરાદો શું હતો, તે કોઈને વેચવા જઈ રહ્યા હતા કે નહીં.

આ સમાચાર શેર કરો