મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કવાંટના રૂમડીયા ગામે માદક પદાર્થની ખેતી, કપાસના ખેતરમાંથી મળી આવ્યા ગાંજાના આટલા છોડ

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રૂમડીયા ગામે ખેતરમાં બિનઅધિકૃત વનસ્પતિ જન્ય ગાંજો ઉગાડતા છોટાઉદેપુર સ્પ

કવાંટના રૂમડીયા ગામે માદક પદાર્થની ખેતી, કપાસના ખેતરમાંથી મળી આવ્યા ગાંજાના આટલા છોડ

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રૂમડીયા ગામે ખેતરમાં બિનઅધિકૃત વનસ્પતિ જન્ય ગાંજો ઉગાડતા છોટાઉદેપુર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ ઝડપી પાડ્યો હતો. ગાંજાના લીલા છોડ કબ્જે કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કપાસના છૂટાછવાયા વાવ્યો હતો ગાંજો

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રૂમડીયા ગામે રહેતા કૈલાશભાઇ ઉર્ફે કૈલેશ ખાપરીયાભાઇ રાઠવાનાઓ પોતાના કબજાના માળવાળા ખેતરમા શંકાસ્પદ વનસ્પતિ જન્ય માદક પદાર્થના છોડ ઉગાડ્યા હતાં. જેની બાતમી છોટાઉદેપુર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસને મળતા તેઓએ ખેતરમાં જઈને તપાસ કરતા કપાસના વાવેતરમાં છૂટા છવાયા વાવેતર કર્યા હતાં.

સૂકા લીલા છોડ મળ્યા

વનસ્પતિ જન્ય ગાંજાના છોડ હોવાનું જણાઈ આવતા ગાંજાના સૂકા તથા લીલા છોડ નંગ-૧૬ નુ વજન ૨.૨૩૦ કિ.ગ્રામ જેની કુલ કિમત રૂપિયા ૨૨,૩૦૦નો મુદામાલ સાથે મળી આવ્યો હતો. આરોપીએ ગુનો કર્યો હોય તેના વિરૂધ્ધ ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ મુજબ ગુન્હો નોંધ્યો હતો. પાનવડ પોલીસ સ્ટેશનમાં તપાસ સોંપવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો