મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગોધરામાં તસ્કરોનો તરખાટ: ધરપકડ ચોરીઓએ શહેરીજનોમાં ફેલાવ્યો ભય

ગોધરા શહેરમાં વધતી જતી ધરફોડ ચોરીની ઘટનાઓએ શહેરીજનોમાં ભયનો માહોલ પેદા કર્યો છે

ગોધરામાં તસ્કરોનો તરખાટ: ધરપકડ ચોરીઓએ શહેરીજનોમાં ફેલાવ્યો ભય

ગોધરા શહેરમાં વધતી જતી ધરફોડ ચોરીની ઘટનાઓએ શહેરીજનોમાં ભયનો માહોલ પેદા કર્યો છે. તસ્કરો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે, જે અંગેની ચોરીની ઘટનાઓના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

તાજેતરમાં, ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલ વિનાયક નગર સોસાયટીમાં એક ચોરીની ઘટના બની હતી. તસ્કરોએ બંધ રહેણાંક મકાનને નિશાન બનાવીને ત્રણ તોલા સોનાના દાગીના અને રૂ. 10,000 રોકડા સહિત અન્ય કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરી હતી.

આ ઉપરાંત, તસ્કરોએ સાપા રોડ વિસ્તારમાં આવેલ પંચવટી 2 સોસાયટીમાં પણ એક બંધ મકાનને પોતાનું નિશાન બનાવ્યું હતું. જોકે, આ બનાવમાં તસ્કરોને નિષ્ફળતા મળી હતી. પંચવટી બે સોસાયટીમાં ચોરી કરવા માટે મકાનનું તાળું તોડવાનો અવાજ આવતા જ સ્થાનિકો જાગી ગયા હતા, જેના કારણે ચોર ભાગી છૂટ્યા હતા.

સતત બની રહેલી આવી ઘટનાઓને પગલે ગોધરાના નાગરિકોમાં સુરક્ષાની ભાવના અંગે ચિંતા પ્રસરી છે, અને તસ્કરોને ઝડપથી પકડવાની માગ ઉઠી રહી છે.

આ સમાચાર શેર કરો