Godhara ST વિભાગનો મહત્ત્વનો નિર્ણય,દિવાળીના તહેવારોને લઈ ત્રણ જિલ્લાના સાત ડેપો પરથી દોડાવાશે વધારાની બસો
આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ગોધરા એસટી વિભાગ દ્વારા મુસાફરોની સગવડ

આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ગોધરા એસટી વિભાગ દ્વારા મુસાફરોની સગવડ માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તહેવારો દરમિયાન લોકોની અવરજવર અને ભીડમાં થતા વધારાને ધ્યાનમાં રાખીને, એસટી વિભાગ દ્વારા ખાસ કરીને વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
માદરે વતન આવતા મુસાફરોને મળશે વિશેષ સવલત
દિવાળી પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો પોતાના માદરે વતન આવતા હોય છે. આ વધતી ભીડ વચ્ચે મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે અને તેમની મુસાફરી સરળ બને તે હેતુસર આ ખાસ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે.
એસટી વિભાગના નિર્ણય મુજબ, આ વધારાની બસો પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના સાત ડેપો પરથી દોડાવવામાં આવશે. આયોજનનો મુખ્ય ઉદ્દેશ મુસાફરોને સમયસર અને આરામદાયક મુસાફરીની સવલત પૂરી પાડવાનો છે.





