મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: Godharaમાં દશેરાના દિવસે અસામાજિક તત્વો દ્વારા કરાયેલા દબાણો પર ફર્યું દાદાનું બુલડોઝર

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આજે દશેરાના પાવન દિવસે વહી

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આજે દશેરાના પાવન દિવસે વહીવટી તંત્ર દ્વારા અસામાજિક તત્વો અને આરોપીઓ દ્વારા સરકારી જગ્યા પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો પર તોડફોડની (ડિમોલેશનની) મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ કાર્યવાહી ગોધરા શહેરના સિગ્નલ ફળિયા વિસ્તારમાં આવેલ નાગા તલાવડી વિસ્તારમાં કરવામાં આવી, જ્યાં અસામાજિક તત્વો દ્વારા સરકારી જગ્યામાં ગેરકાયદેસર દબાણ ઊભું કરવામાં આવ્યું હતું. નાગા તલાવડી વિસ્તારમાં સરકારી જમીન પર ઉભેલા ૩૫ જેટલા કાચા-પાકા મકાનો તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

વધુમાં, ગત માર્ચ માસમાં ગોધરાના ભામૈયા ગામના શિવ મંદિરમાં તોડફોડ અને ચોરી કરનારા આરોપીઓ દ્વારા પણ આ જ વિસ્તારમાં બદન કરવામાં આવ્યા હતા. તે ગેરકાયદેસર કાચા તેમજ પાકા દબાણોને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ગેરકાયદેસર દબાણોને દૂર કરીને સરકારી જમીનને ખુલ્લી કરાવવામાં આવી રહી છે.

આ સંયુક્ત ડિમોલેશનની કાર્યવાહીમાં ગોધરા નગરપાલિકા, મહેસૂલ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, પોલીસ વિભાગ અને મધ્ય ગુજરાત વીજ કંપની (MGVCL) સહિતના વિવિધ વિભાગો જોડાયા હતા. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થળ પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો