મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ગોધરામાં ગરબાથી પરત ફરતા પરિવાર પર અસામાજિક તત્વોનો હુમલો

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં નવરાત્રીના પવિત્ર પર્વની ઉજવણી વચ્ચે એક શર્મનાક ઘટના

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં નવરાત્રીના પવિત્ર પર્વની ઉજવણી વચ્ચે એક શર્મનાક ઘટના સામે આવી છે. મોતીબાગ પાર્ટી પ્લોટમાં રમઝટ ગરબા મહોત્સવમાંથી પરત ફરતા એક પરિવાર પર છ અસામાજિક તત્વોએ હુમલો કર્કુયો હતો.  આ હુમલામાં દીકરીના પિતા અને તેના પિતરાઈ ભાઈને ગંભીર ઈજા પહોંચી છે. 

ઘટના મોતીબાગ પાર્ટી પ્લોટમાંથી નજીક સેન્ટ આર્નોલ્ડ સ્કૂલના પાર્કિંગ વિસ્તાર બહાર બની. ગરબા રમીને પરત ફરતા પિતા અને તેમની પુત્રી પાર્કિંગ વિસ્તારથી બહાર નીકળી રહ્યા હતા. આ દરમિયાન પુત્રીના કપડાં એક કારના આગળના ટાયરમાં ફસાઈ ગયાં. પિતાએ કારચાલકને વાહન પાછળ ખસેડવાની વિનંતી કરી, પરંતુ તેના જવાબમાં કારમાં બેઠેલા યુવાને કાર હટાવવાની મનાઈ કરી હતી. અને 'કાર દીકરી પર ચડાવી દઈશ' તેવી ધમકી આપી અને પિતા પર હુમલો કર્યો.

આ દરમિયાન કારચાલકની બાજુમાં બેઠેલા એક આરોપીએ પોતાને પોલીસ ઈન્સ્પેક્ટરનો પુત્ર ગણાવીને હુમલો કર્યો. કારમાંથી નીકળેલા બાકીના પાંચ અસામાજિક તત્વો પણ પિતા અને તેમના પિતરાઈ ભાઈ પર તૂટી પડ્યા. ઘટના જોતા ઉપસ્થિત અન્ય લોકોએ હુમલાખોરોને રોકવાનો પ્રયાસ કર્યો, તો તેઓએ તેમના પર પણ હાથ ઉઠાવ્યો અને મારામારી કરી. આ બધા વચ્ચે પરિવારના સભ્યોને ગંભીર ઈજા થઈ. પોલીસે  સફેદ કારમાં સવાર છ આરોપીઓ વિરુદ્ધ ગંભીર IPC કલમો હેઠળ ફરિયાદ નોંધી.

આ સમાચાર શેર કરો