Video: ગોધરામાં ફોલોવર્સ વધારવા યુવકે ટોળું એકઠું કરી પોલીસ મથકમાં હોબાળો કર્યો હોવાનો ઘટસ્ફોટ
ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ટોળાએ કરેલા હોબાળાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સોશિય
ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ટોળાએ કરેલા હોબાળાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દ્વારા પોતાના ફોલોવર્સ વધારવા માટે સમગ્ર તરકટ રચવામાં આવ્યું હતું.
પોલીસ ઇન્સ્પેક્ટરે માર માર્યો હોવાનો આક્ષેપ
ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ટોળું ધસી આવતા તંગદિલી જેવો માહોલ સર્જાયો હતો. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઝાકીર જબાને પોલીસ મથકે બોલાવી પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા માર મારવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરતો વિડિયો વાયરલ કરાયા બાદ ટોળું પોલીસમથકે ધસી આવ્યું હતું. પોલીસ મથકમાંથી બહાર ગયા બાદ ઝાકીર જભાએ લોકોને ઉશ્કેરી ટોળું બનાવી ફરીથી પોલીસ મથકમાં આવી હોબાળો અને પોલીસ ચોકી નંબર 4 પર તોડફોડ મચાવી હતી.
ફોલોવર્સ વધારવા માટે સમગ્ર તરકટ રચ્યું
આ મામલે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો પણ દાખલ કરાયો હતો. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દ્વારા પોતાના ફોલોવર્સ વધારવા માટે સમગ્ર તરકટ રચવામાં આવ્યું હતું. જાકીર ઝભાને પોલીસ મથકે બોલાવી કોઈ વિવાદાસ્પદ પોસ્ટ સોશિયલ મીડિયામાં ન મૂકવાની સમજ આપવા માટે પોલીસ મથકે બોલાવવામાં આવ્યો હતો, પણ તેણે પોલીસ સામે જ માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ઝાકીર સામે અગાઉ પણ રીલ બનાવવા બાબતે જાહેરનામા ભંગની બે પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે.






