તસ્કરો બન્યા બેફામ: હળવદમાં માતાજીના મઠમાંથી ચાંદીની મુર્તિ સહિત તમામ ઘરેણાં ચોરી
સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકાના દેવપુર ગામે તસ્કરોએ નાઈટ પેટ્રોલિંગ કરી અણદા બાપાની મેલડીમાંના મઢમાંથી માત

સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકાના દેવપુર ગામે તસ્કરોએ નાઈટ પેટ્રોલિંગ કરી અણદા બાપાની મેલડીમાંના મઢમાંથી માતાજીની ચાંદીની મૂર્તિ ઉપાડી ગયા. સોના ચાંદીના અન્ય ઘરેણાંઓ, ચાંદીના છત્રો, સોનાનો ચેન, સહિતના સોના ચાંદીના દાગીના લઈ ને તસ્કરો ફરાર થઈ ગયા છે. ઘટનાને અનુક્રમે ભરવાડ સમાજમાં આસ્થાનું પ્રતિક એવા મેલડી માતાજીની મૂર્તિ ચોરી થઈ જતા ભરવાડ સમાજમાં રોશની લાગણી ફેલાઈ ગઈ છે. ઘટનાની જાણ થતા ભરવાડ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
આ પણ વાંચો : લગ્ન સિઝનમાં સાવધાન: ચોરી કરતી ગેંગનો એક સભ્ય પકડાતા ત્રણ જિલ્લાની ચોરીનો ભેદ ઉકેલાયો
ચોરીની જ એક ઘટનાને અનુક્રમે અમરેલીમાં લગ્નપ્રસંગવાળા ઘરમાં ચોરીનો બનાવ બન્યો હતો અને આખરે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં અમરેલીના ભોજલપરા વિસ્તારમાં રહેતા રેણુકાબેને ત્યાં ગત 25 નવેમ્બરના રોજ ગણેશ પાર્ટી પ્લોટમાં દીકરીનો લગ્ન પ્રસંગ હતો. જેમાં કુલ 2.63 લાખ રૂપિયાની કિંમતના ઘરેણા એક થેલામાં રાખ્યાં હતા. આ દરમિયાન અજાણ્યો શખસ આવીને આ થેલો ચોરીને ભાગી ગયો હતો. ઘરેણા ચોરી થયાની પરિવારને જાણ થતાં સમગ્ર મામલે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો : કાંકરિયા કાર્નિવલ: 7 દિવસમાં 200 કલાકારો, અઢળક નવી સ્પર્ધા, વર્કશોપ અને ગેમ્સ
ચોરીનો ભેદ ઉકેલવા માટે અમરેલી પોલીસે અલગ-અલગ ટીમ બનાવીને આરોપીને ઝડપી પાડવા માટે તપાસ આદરી હતી. જેમાં પોલીસે સીસીટીવી ફૂટેજ અને એક્ઝિટ પોઈન્ટની તપાસ કરતાં એક શખસ શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યો હતો અને તેની ચકાસણી કરતાં તેની પાસેથી સોનાના દાગીના મળ્યા હતા.








