અમદાવાદમાં ભાજપના સદસ્યતા અભિયાનની મંથરગતિ, અત્યારસુધી ગુજરાતમાં બન્યા 27 લાખ સભ્યો
અમદાવાદમાં ભાજપનું સદસ્યતા અભિયાન મંથરગતિએ ચાલી રહ્યું છે. 9 ઓગસ્ટ સવાર સુધીમાં ગુજરાતમાં ભાજપના 27 લા

અમદાવાદમાં ભાજપનું સદસ્યતા અભિયાન મંથરગતિએ ચાલી રહ્યું છે. 9 ઓગસ્ટ સવાર સુધીમાં ગુજરાતમાં ભાજપના 27 લાખ સભ્યો બન્યા છે. અમદાવાદ ભાજપના ધારાસભ્યોમાં સદસ્યતા અભિયાનને લઈ નિરસતા જોવા મળી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મતવિસ્તાર સિવાયના શહેર ભાજપના ધારાસભ્યોના આંકડામાં નિરસતા જોવા મળી રહી છે.
અત્યારસુધી ધારાસભ્યોએ કેટલા સભ્યો બનાવ્યા
- અમદાવાદ શહેરમાં સૌથી વધુ CM ભૂપેન્દ્ર પટેલની ઘાટલોડિયા વિધાનસભામાં 33000 સભ્યો બન્યા છે.
- ભાજપ MLA કૌશિક જૈનની દરિયાપુર વિધાનસભામાં સૌથી ઓછા 3855 સભ્યો જ બન્યા છે.
- ભાજપ MLAઅમિત ઠાકરની વિધાનસભા વેજલપુરમાં 20 હજાર સભ્યો બન્યા છે.
- ભાજપ MLA બાબુસિંહ જાદવની વટવા વિધાનસભામાં 21695 સભ્યો બન્યા છે.
- ભાજપ MLA જીતુ ભગતની નારણપુરા વિધાનસભામાં 15000 હજાર સભ્યો બન્યા છે.
- ભાજપ MLA અમૂલ ભટ્ટની મણિનગર વિધાનસભામાં 13500 સભ્યો બન્યા છે.
- ભાજપ MLA દિનેશ કુશવાહની બાપુનગર વિધાનસભામાં 8000 સભ્યો બન્યા છે.
- ભાજપ MLA હર્ષદ પટેલની સાબરમતી વિધાનસભામાં 11500 સભ્યો બન્યા છે.
- ભાજપ MLA પાયલ કૂકરાણીની નરોડા વિધાનસભામાં 14000 સભ્યો બન્યા છે.
વિધાનસભા મતવિસ્તારમાં 1 લાખ સભ્યોના પ્રદેશ ભાજપના લક્ષ્યાંક સામે અમદાવાદ શહેરમાં ધીમી ગતિએ સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે.
ગુજરાત ભાજપે સભ્ય બનાવવા આપ્યો ટાર્ગેટ
ગુજરાત ભાજપના સદસ્યતા અભિયાનના ઇન્ચાર્જ કે.સી. પટેલે પત્ર લખીને ભાજપના કાર્યકરો, નેતાઓને ટાર્ગેટ આપ્યો છે. કે.સી. પટેલે પત્રમાં ટાર્ગેટ સાથે ફોર્મ મોકલી 7 સપ્ટેમ્બર સુધીમાં ફોર્મ પરત કરવા સૂચના આપવામાં આવી છે. ગુજરાત ભાજપે 2 કરોડ સભ્ય બનાવવાનો લક્ષ્ય પૂર્ણ કરવા માટે 200થી 7 લાખ સુધીનો ટાર્ગેટ આપ્યો છે.
સાંસદોને 7 લાખનો ટાર્ગેટ
ગુજરાત ભાજપ દ્વારા ધારાસભ્ય, સાંસદ અને પદાધિકારીઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે. ગુજરાત ભાજપના સાંસદોને પોતાના વિસ્તારમાં 7 લાખ સુધીનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. સાંસદોએ વ્યક્તિગત 10,000 અને ધારાસભ્યએ 5 હજાર સભ્ય બનાવવાના રહેશે.
ગુજરાત ભાજપે સદસ્ય બનાવવા કોને કેટલો ટાર્ગેટ આપ્યો
સાંસદ- 7 લાખ
ધારાસભ્ય- 1 લાખ
કોર્પોરેટર- 2 હજાર
જિલ્લા પંચાયતના સભ્ય- 1000
તાલુકા પંચાયતના સભ્ય- 500
પ્રદેશના પદાધિકારીઓ- 1000
મોરચાના પ્રદેશ પ્રમુખ મહામંત્રી અને સેલના સંયોજકો- 1000
પૂર્વ સાંસદ- 2000
પૂર્વ ધારાસભ્ય- 1000
2022માં વિધાનસભા ચૂંટણી હારેલા ઉમેદવાર- 2500








