મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે Surendranagar માં મેગા ડ્રાઈવ: 500 કિલો જથ્થો જપ્ત, મિલકતો સીલ કરવાની તૈયારી

પર્યાવરણને નુકસાન કરતા સિંગલ યુઝ પ્લાસ્ટિક વિરુદ્ધ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ આક્રમક અભિય

પર્યાવરણને નુકસાન કરતા સિંગલ યુઝ પ્લાસ્ટિક વિરુદ્ધ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ આક્રમક અભિયાન શરૂ કર્યું છે. શહેરમાં પ્લાસ્ટિકના વેચાણ અને વપરાશને રોકવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની 8 અલગ-અલગ ટીમો દ્વારા 20થી વધુ સ્થળોએ સપાટો બોલાવવામાં આવ્યો હતો. જેમાં મૂળચંદ રોડ પર આવેલ એક મોટું ગોડાઉન સીલ કરી દેવામાં આવ્યું છે.

બહુચર ફાંકીના કારખાનામાં દરોડા

મહાનગરપાલિકાની ટીમે માત્ર વેપારીઓ જ નહીં, પણ ઉત્પાદકો પર પણ ગાળિયો કસ્યો છે. તપાસ દરમિયાન બહુચર ફાંકીના કારખાનામાં દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાંથી અંદાજે 500 કિલો જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે.

8 ટીમોનું મેગા સર્ચ ઓપરેશન

શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ સંપૂર્ણપણે બંધ કરાવવા માટે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. શહેરના સીટી વિસ્તારમાં 8 ટીમો બનાવીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીને પગલે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

મિલકતો સીલ કરવાની ચીમકી

મહાનગરપાલિકાની ટીમે કડક વલણ અપનાવતા જણાવ્યું છે કે, જે તત્વો હજુ પણ પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કે સંગ્રહ કરશે તેમની સામે માત્ર દંડ જ નહીં, પરંતુ તેમની મિલકતો સીલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. આગામી દિવસોમાં આ ઝુંબેશ હજુ વધુ તેજ બનાવવામાં આવશે તેવા સંકેતો તંત્ર દ્વારા આપવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો