Surendranagarમાં ખનિજ માફિયાઓ બેફામ, નાયબ મામલતદારની ટીમ પર હથિયારોથી કર્યો હુમલો
સુરેન્દ્રનગરના થાનગઢ વિસ્તારમાં ગેરકાયદેસર ખનન રોકવા ગયેલી સરકારી ટીમ પર ખનિજ માફિયાઓએ હિ
સુરેન્દ્રનગરના થાનગઢ વિસ્તારમાં ગેરકાયદેસર ખનન રોકવા ગયેલી સરકારી ટીમ પર ખનિજ માફિયાઓએ હિંસક હુમલો કરતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના બાદ તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. થાન વિસ્તારમાં ખનિજ ચોરીની વ્યાપક ફરિયાદોને પગલે નાયબ મામલતદાર અને તેમની ટીમ દરોડો પાડવા માટે પહોંચી હતી. આ દરમિયાન ખનિજ માફિયાઓએ સરકારી ગાડીઓને નિશાન બનાવી તોડફોડ કરી હતી. ફરજ પરના અધિકારીઓ પર થયેલા આ હુમલાને પગલે સુરક્ષા સામે મોટા સવાલો ઉભા થયા છે.
આ સમગ્ર મામલે હાલમાં 6 જેટલા ખનિજ માફિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ શખ્સોની અટકાયત કરવાના ચક્રો ગતિમાન કરાયા છે અને ખનિજ ચોરી માટે દરોડા પાડવા જતી ટીમોને પણ સુરક્ષા આપવાની માગ ઉઠી છે.


