મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ઉમિયા પરિવારનો રજત જયંતી મહોત્સવ ઉજવાયો, 30 હજારથી વધુ લોકોએ એક સાથે કરી મહા આરતી

ઉમિયા પરિવાર સુરત દ્વારા જીયાવ/ બુડિયા ઉમા શૈક્ષિણક ધામ ખાતે જ્ઞાન - કર્મ - ભક્તિનો ત્રિવેણી સંગમ તે સાથે સંસ્થાની રજત જય

સુરતમાં ઉમિયા પરિવારનો રજત જયંતી મહોત્સવ ઉજવાયો, 30 હજારથી વધુ લોકોએ એક સાથે કરી મહા આરતી

ઉમિયા પરિવાર સુરત દ્વારા જીયાવ/ બુડિયા ઉમા શૈક્ષિણક ધામ ખાતે જ્ઞાન - કર્મ - ભક્તિનો ત્રિવેણી સંગમ તે સાથે સંસ્થાની રજત જયંતિનો ગૌરવ મહોત્સવનું આયોજન કર્યું હતું. જેમાં 30,000  લોકોની હાજરીમાં થશે ભવ્ય શિવ પૂજન અને મહાઆરતી યોજી હતી. જ્ઞાન કર્મભક્તિનો ત્રિવેણી સંગમ મહોત્સવ તેમજ સંસ્થાની રજત જયંતિ ઉજવણી જીયાવ - બુડિયા ખાતે આવેલ ઉમા શૈક્ષણિક ધામમાં શિવ પૂજાની સાથે કરવામાં આવી હતી. આ ગૌરવ મહોત્સવ બપોરે ત્રણ વાગેથી રાતના 12:00 વાગ્યા સુધી શિવ પૂજા ની સાથે સમાપ્ત કરવામાં આવ્યું હતું. 

જમીન ફાળવવામાં આવી 

શૈક્ષણિક ઉદ્દેશની સાથે સરકાર દ્વારા શ્રી ઉમિયા પરિવાર ટ્રસ્ટ સુરતને 49,000 સ્ક્વેર મીટરની જમીન ફાળવવામાં આવી હતી.આ ઉમા શૈક્ષણિક ધામ માં GSEB,CBSE બોર્ડ, UPSC,GPSC, સ્કીલ ડેવલપમેન્ટ માટે સેન્ટર બનાવવામાં આવશે. જેનું ભુમિ પૂજન આવનાર દિવસો માં કરવામાં આવશે.

મહા આરતી યોજાઈ

શ્રી ઉમિયા પરિવાર ટ્રસ્ટ સુરત ના મંત્રી રાજુ ભાઈ પટેલ, પ્રમુખ જશુભાઈ બોમ્બેવાલા, ઉપપ્રમુખ જસવંત ભાઈ વાસુદેવ,અને મુખ્ય કન્વીનર જતીન પટેલ ના નેજા હેઠળ મહાશિવરાત્રી ના પર્વ નિમિત્તે ઉમિયા શૈક્ષણિક ધામ ના પ્રાંગણ માં ભવ્ય શિવપૂજન તે સાથે ભવ્ય 10,000 લોકો ની સાથે શોભાયાત્રા જે બામરોલી ઉમિયા ધામ થી નિકળી ને જીયાવ - બુડિયા ઉમિયા શૈક્ષણિક ધામ સુધી પહોંચ્યા હતાં. તે ઉપરાંત રાત્રે 8 વાગે 30,000 લોકો ની હાજરી મા મહાઆરતી યોજાઈ હતી. 9 વાગે લોક ડાયરો યોજાયો હતો. 

આ સમાચાર શેર કરો