મહેસાણા : કડીની ઉમિયા નર્સિંગ કોલેજના કેમ્પસના બગીચામાંથી મૃત નવજાત મળી આવ્યું
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નાની કડી રોડ ઉપર આવેલા ઉમિયા નર્સિંગ કોલેજ બગીચામાં મૃત નવ

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નાની કડી રોડ ઉપર આવેલા ઉમિયા નર્સિંગ કોલેજ બગીચામાં મૃત નવજાત મળી આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસે આ મૃત બાળકને ત્યજી દેનાર નિષ્ઠુર માતાને શોધવા તપાસ હાથ ધરી છે.
કડી તાલુકાના નાની કડી રોડ ઉપર આવેલા ઉમિયા નર્સિંગ કોલેજ કેમ્પસમાં રહેલા બગીચામાં તાજુ જન્મેલું મૃત નવજાત શિશુ મળી આવ્યું હતું. આ અંગે કેમ્પસના અધિકારીઓને જાણ કરવામાં આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસે ઘટનાસ્થળે પહોચીને મૃત નવજાત શિશુનો કબ્જો લીધો હતો અને પહેલા કડીના કુંડાળમાં આવેલી સરકારી હોસ્પિટલ અને બાદમાં અમદાવાદ સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે.
પોલીસે આ મૃત નવજાતને ત્યજી દેનાર માતા અને બાળકને અહીં ફેંકી દેનાર વ્યક્તિની શોધખોળ હાથ ધરી છે.






