મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: સુરત મહિલા PSIના નિવેદનનો ઉમિયાધામ સીદસરના પ્રમુખે આપ્યો જવાબ, જાણો શું કહ્યું

સુરતમાં મહિલા PSIના દારૂને લઈને આપેલા નિવેદનને લઈને સમગ્ર મામલે ઉમ

રાજકોટ: સુરત મહિલા PSIના નિવેદનનો ઉમિયાધામ સીદસરના પ્રમુખે આપ્યો જવાબ, જાણો શું કહ્યું

સુરતમાં મહિલા PSIના દારૂને લઈને આપેલા નિવેદનને લઈને સમગ્ર મામલે ઉમિયાધામ સીદસરના પ્રમુખ જેરામ પટેલે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ન માત્ર પાટીદાર સમાજ પણ તમામ સમાજમાં દારૂનું દુષણ વધ્યું છે.  સમાજમાં એક-બે ટકા આવા દુષણ હોય છે. જે ચેતવણી આપી છે એ બરાબર છે પણ જે ટકાવારી આપી છે તે બરોબર નથી. તેમણે કહ્યું કે પાટીદાર સમાજ ક્યારેય વ્યસન ને પ્રોત્સાહન આપતું નથી.

 પાટીદાર સમાજ ક્યારેય વ્યસન ને પ્રોત્સાહન આપતું નથી- ઉમિયાધામ સીદસર

રાજ્યમાં રોજના અનેક દારૂની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે સુરતના સરથાણા પોલીસ સ્ટેશનના PSIએ એક કાર્યક્રમમાં દારૂને લઈને વાત કરી હતી. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મહિલા PSIએ કહ્યું કે, ' હું તમને સરધાણા પોલીસ સ્ટેશનની વાત કરું. સાંજે અમારું કામ છે કે, સૌથી વધુ નશાની હાલતમાં હોય તેમના કેસ નોંધવા.

15 યુવાનોમાંથી 10 પાટેલ સમાજના યુવાનો 

અમે અમારા ટાર્ગેટ પ્રમાણે જઈએ છીએ. જેમાં દારૂ પીધેલા ઝડપાતા 15 યુવાનોમાંથી 10 પાટેલ સમાજના યુવાનો હોય છે. આ વિચારવાની વાત છે. જ્યારે પીધેલા પકડાયા બાદ છોડવાની ભલામણ કરતા હોય છે. આમ કોઈપણની ભલામણ આવે પરંતુ મારા પટેલ સમાજને તમારે છોડવાના નથી, એક રાત તે લોક-અપમાં રહેશે એટલે ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય.'

આ સમાચાર શેર કરો