મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગણપતિની મૂર્તિ પર પથ્થર ફેંકનાર મુખ્ય શાતિર સગીરે ચડાવ્યા ચકરાવે, મદરેસા-હોસ્ટેલમાં તપાસ

સુરતની શાંતિને ડહોળવાના પૂર્વયોજીત કાવતરાના ભાગરૂપે ગત રવિવારે રાત્રે શહેરના સૈયદપુરા વરીયાવી બ

ગણપતિની મૂર્તિ પર પથ્થર ફેંકનાર મુખ્ય શાતિર સગીરે ચડાવ્યા ચકરાવે, મદરેસા-હોસ્ટેલમાં તપાસ

સુરતની શાંતિને ડહોળવાના પૂર્વયોજીત કાવતરાના ભાગરૂપે ગત રવિવારે રાત્રે શહેરના સૈયદપુરા વરીયાવી બજાર ખાતે ગણેશ મંડપમાં પથ્થર ફેંકવા આવેલા છ બાળકો પૈકી એક શાતીર છે અને તે પુછપરછમાં પોલીસને પણ ચકરાવે ચઢાવે છે.મંડપમાં પથ્થર ફેંકતા ઝડપાયા બાદ જયારે બાળકોને એકીસાથે પોલીસ ચોકીમાં બેસાડયા ત્યારે શાતીર બાળકે અન્યને કહી દીધું કે, મારું નામ લેતા નહી. કાળા શર્ટવાલાનું નામ લેજો. જેથી હવે આ બાળક જ્યાં ભણવા જાય છે તે મદરેસાના મૌલવીની પણ પૂછપરછ કરવામાં આવનાર છે.  શહેરમાં કાર્યરત 90 મદ્રેસા અને તેની સાથેની હોસ્ટેલમાં તપાસની શરૂઆત રાંદેર ટાઉનથી કરવામાં આવી છે.

મદ્રેસામાં ચેકિંગ

પોલીસ દ્વારા મદ્રેસાઓમાં ચેકિંગની શરૂઆત પણ કરવામાં આવી છે. ઘણી મદ્રેસાઓ સાથે હોસ્ટેલમાં ચેકિંગ કરવામાં આવી રહી છે. અહીં રાજ્ય બહારના વિદ્યાર્થીઓ, મૌલવીઓ, મોલાનાઓ રહે છે. આ તમામ હોસ્ટેલમાં ચેકિંગ સાથે ત્યાં રહેતા વ્યક્તિઓની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા રાંદેરમાં આવેલી મદ્રેસા અને હોસ્ટેલમાં તપાસ કરાવી હતી. સાથે જ કોર્ટ વિસ્તાર અને લિંબાયત,ઉન,ભેસ્તાન,સચિન વિસ્તારની મદ્રેસાઓમાં પણ તબક્કાવાર તપાસ શરૂ કરાય છે. ગણેશ વિસર્જન યાત્રા નિમિત્તે એસઆરપી, આરએએફ, અને સીઆરપીએફની વધારે કંપની મંગાવવામાં આવી છે.

પૂર્વ આયોજીત કાવતરું

સુરતની શાંતિને ડહોળવાના પૂર્વયોજીત કાવતરાના ભાગરૂપે શહેરના સૈયદપુરા વરીયાવી બજાર મેઈન રોડ ઘર નં.7/1475 ની સામે પ્રસ્થાપિત ગણેશજીના મંડપમાં ગત રવિવારે રાત્રે 9.30 વાગ્યાના અરસામાં એક રીક્ષા ( નં.જીજે-05-ટીટી-4433 ) માં બેસેલા છ થી આઠ બાળકો પૈકી કોઈ એક બાળકે મંડપમાં પથ્થર ફેંકતા ગણપતિની મૂર્તિ સાથે રાખેલા ઢોલકને નુકશાન થયું હતું.ત્યાં હાજર લોકોએ રીક્ષામાં આવેલા બાળકોને ઝડપી લીધા હતા અને તમામને નજીકની સૈયદપુરા ચોકી ઉપર લઇ ગયા હતા.ત્યાર બાદ સર્જાયેલી પરિસ્થિતિને લીધે કોમી તોફાન થયા હતા.આ ઘટનામાં પોલીસે મંડપ પર પથ્થરમારો કરનાર છ બાળકો રીક્ષામાં પોણા કિલોમીટર દૂરથી કેમ આવ્યા તે અંગે તેમની તેમજ તેમના માતાપિતાની પુછપરછ કરી હતી.ગતવર્ષે પણ ગણેશ વિસર્જનના દિવસે બાળકોએ જ અહીં પથ્થરમારો કર્યો હતો અને બે દિવસ અગાઉ પણ આવી ઘટનાનું પુનરાવર્તન થયું હતું.આથી તેમને હાથો બનાવી કોઈ મોટા કાવતરાને અંજામ આપી રહ્યા હોવાની આશંકા સાથે પોલીસ તેમની પુછપરછ કરી હતી.

મંડપમાં પથ્થર ફેંકાયા

જે બાળકો પથ્થર ફેંકવા આવ્યા હતા તે પૈકી એક બાળક ખુબ જ શાતીર હોવાનું અને તે તમામનો લીડર હોવાનું પોલીસને જાણવા મળ્યું છે.છ બાળકો પૈકી ચાર ફૂલવાડીના અને બે મુસીબતપુરાના છે અને તમામ છેલ્લા ત્રણ મહિનાથી મદ્રેસામાં અભ્યાસ માટે જતા હોય પોલીસે તેમની જયારે પુછપરછ કરી ત્યારે તેમણે અને ખાસ કરીને તેમના લીડર જેવા લાગતા બાળકે પોલીસને ચકરાવે ચઢાવી હતી.તેણે તેમને મોકલનારાઓ તરીકે જેમના નામ આપ્યા તેની પોલીસે તપાસ કરી તો તેઓ કોઈ રીતે આ ઘટના સાથે સંકળાયેલા નહોતા.કલાકોની દોડધામ કરાવી પોલીસને ચકરાવે ચઢાવનાર તે બાળકે જ મંડપમાં પથ્થર ફેંકતા ઝડપાયા બાદ જયારે બાળકોને એકીસાથે પોલીસ ચોકીમાં બેસાડયા હતા ત્યારે અન્ય બાળકોને શું કહેવાનું તે સમજાવી દીધું હતું.આથી હાલ પોલીસ પડદા પાછળના સુત્રધારોને શોધવા મથામણ કરી રહી છે.

આ સમાચાર શેર કરો