મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'આજે પણ લોકોને પીવાનું શુદ્ધ પાણી મળતું નથી', કચ્છમાં 14 લોકોના ભેદી તાવને કારણે મોત બાદ શક્તિસિંહ ગોહિલનું નિવેદન

કચ્છના લખપતમાં ભેદી રોગને કારણે ગણતરીના દિવસોમાં જ 14 લોકોના મોત થયા છે. ગુજરાત ક

'આજે પણ લોકોને પીવાનું શુદ્ધ પાણી મળતું નથી', કચ્છમાં 14 લોકોના ભેદી તાવને કારણે મોત બાદ શક્તિસિંહ ગોહિલનું નિવેદન

કચ્છના લખપતમાં ભેદી રોગને કારણે ગણતરીના દિવસોમાં જ 14 લોકોના મોત થયા છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે સરકારનું ધ્યાન દોરતા ઉચ્ચ અધિકારીઓને ઘટનાસ્થળે મોકલીને જાત તપાસ કરવા વિનંતી કરી છે.

શક્તિસિંહ ગોહિલે શું કહ્યું?

કચ્છ જીલ્લાના લખપત તાલુકામાં ફાટી નીકળેલા રોગચાળાને લઇને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પોતાનું નિવેદન આપ્યું છે. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, "કચ્છ જીલ્લાના લખપત તાલુકામાં ફાટી નીકળેલા રોગચાળાનો ભોગ વિસ્તારના લોકો બની રહ્યા છે અને  14 લોકોએ જીવ ગુમાવ્યો છે. સરકાર અને પ્રશાસનનું ધ્યાન દોરવા છતાં કોઈ ગંભીર પગલાં લેવામાં નથી આવ્યા.લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેના માટે કોઈ સુવિધા નથી.વારંવાર ધ્યાન દોરવા છતાં સરકારી તંત્રના પેટનું પાણી નથી હલ્યું.એક પણ જવાબદાર ઉચ્ચ અધિકારીએ હજુ સુધી લખપતના ગામોની મુલાકાત નથી લીધી. નિષ્ણાત ડોકટરોની ટીમો મોકલવી જોઈએ, લેબોરેટરી ટેસ્ટ થવા જોઈએ. લોકોના જાનમાલના રક્ષણની જવાબદારી સરકારની છે. આમા બેદરકારી ના ચાલે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિનંતી કરૂં છું કે, તાત્કાલિક સીનિયર અધિકારીઓને રોગચાળાથી પ્રભાવિત વિસ્તારોમાં મોકલે અને પરિસ્થિતને કાબુમાં લેવા યોગ્ય કાર્યવાહી કરે."

કચ્છમાં ભેદી રોગને કારણે 14 લોકોએ ગુમાવ્યો જીવ

કચ્છના લખપત અને અબડાસામાં ભેદી તાવે વધુ બે લોકોનો ભોગ લેતા 14 લોકોના મોત થયા છે.લખપત, અબડાસાના ચાર ગામના 2000 ઘરોમાં આરોગ્ય તંત્રની ટીમે સર્વે શરૂ કર્યો છે.  આરોગ્ય તંત્રની ટીમોએ હાથ ધરેલા સર્વે દરમિયાન વધુ 48  લોકોને તાવ, શરદી, માથાના દુ:ખાવા અને ખાંસી સહિતના દર્દીની સારવાર આપી હતી. 

આ સમાચાર શેર કરો