મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અહેમદ પટેલના પુત્ર ફૈઝલના કોંગ્રેસ છોડવા પર શક્તિસિંહ ગોહિલનું મોટું નિવેદન, જાણો શું કહ્યું?

કોંગ્રેસના સ્વર્ગીય નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસનો સાથ છોડી દેવ

અહેમદ પટેલના પુત્ર ફૈઝલના કોંગ્રેસ છોડવા પર શક્તિસિંહ ગોહિલનું મોટું નિવેદન, જાણો શું કહ્યું?

કોંગ્રેસના સ્વર્ગીય નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસનો સાથ છોડી દેવાની સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી. ફૈઝલ પટેલના કોંગ્રેસ છોડવા પર ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પોતાની પ્રતિક્રિયા આપી છે.

શક્તિસિંહ ગોહિલે શું કહ્યું?

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું, " અહેમદ પટેલ રાષ્ટ્રીય નેતા અને ગુજરાતના પનોતા પુત્ર રહ્યાં છે. અનેક લોકોને એમને નાત-જાત ધર્મભેદ જોયા વગર જ જ્યાં જ્યાં મદદરૂપ થઇ શકાય તેમાં ગુજરાતીઓને મદદ કરી હતી. કેટલીક વ્યક્તિ એવી હોય છે તેનો વિકલ્પ જ ના મળે. એમના પરિવાર ઉપર અચાનક જ મોટી આફત આવી, તેમના પરિવારમાં ફૈઝલ ભાઇ સાથે મુમતાઝ સાથે પણ મારો એક પારિવારિક નાતો રહ્યો છે. મુમતાઝ આજે પણ ભરૂચમાં પેટા ચૂંટણીમાં પ્રચારક તરીકે મહેનત કરીને કામ કરી રહ્યાં છે. ફૈઝલને જે તકલીફ હેલ્થની ઉભી થઇ, ડૉક્ટરોએ હાથ ઉંચા કરી દીધા હતા ત્યારે તેમને આત્મબળથી એ બીમારી સામે લડીને પણ ફરી પાછા તંદુરસ્ત થયા છે. કેટલીક આરોગ્યની મુશ્કેલીનો તે આજે પણ સામનો કરી રહ્યાં છે."

શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ છોડવાના ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા કહ્યું, "એમના ટ્વીટમાં પણ એમને કહ્યું છે કે હું કોંગ્રેસને સમર્પિત રહીશ. એમ છતા કોઇ લખે કે તે શું ભાજપમાં જોડાશે તે વાજબી નથી. હું આના પર કંઇ કહેવા માંગતો નથી. મારા માટે તે પરિવાર મારા પરિવાર જેવો જ છે. સંવેદના સમગ્ર કોંગ્રેસ પક્ષની જોડાયેલી છે. હાઇકમાન્ડ સાથે પણ તે પરિવારનો અતૂટ નાતો છે આ હકીકત છે."

ફૈઝલ પટેલે શું લખ્યુ હતું?

સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા સાઇટ X પર લખ્યુ,'ખૂબ જ પીડા અને વેદના સાથે, મેં કોંગ્રેસ માટે કામ કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઘણાં વર્ષોથી આ એક મુશ્કેલ સફર રહી છે. મારા સ્વર્ગસ્થ પિતા અહેમદ પટેલે પોતાનું આખું જીવન દેશ, પક્ષ અને ગાંધી પરિવાર માટે કામ કરવામાં સમર્પિત કરી દીધું. મેં તેમના પગલે ચાલવાનો પ્રયાસ કર્યો પરંતુ, દરેક પગલે મને ના પાડી દેવામાં આવી. હું શક્ય તેટલી દરેક રીતે માનવજાત માટે કામ કરવાનું ચાલું રાખીશ. કોંગ્રેસ પાર્ટી હંમેશાની જેમ મારો પરિવાર રહેશે. મને ટેકો આપનારા તમામ નેતાઓનો હું આભાર માનું છું'.

આ સમાચાર શેર કરો