નસવાડીમાં ઠેર ઠેર ગટરો ઉભરાઈ, દૂષિત પાણીથી રસ્તાઓ પર રેલાયા ગંદા પાણી
નસવાડી જૂથ ગ્રામ પંચાયતના સ્ટેશન પ્રાથમિક શાળા પાસે વોટર વૅક્સનો બોર આવેલો છે. તેની

નસવાડી જૂથ ગ્રામ પંચાયતના સ્ટેશન પ્રાથમિક શાળા પાસે વોટર વૅક્સનો બોર આવેલો છે. તેની બાજુમાં પાણીની પાઇપ લાઈન આવેલી છે. તે પાઇપલાઈન લીકેજ હોવાથી તેમાં ગટરનું દુષિત પાણી ભળે છે. જયારે તેની નજીકમાં અલગ અલગ વિસ્તારોમાં ભૂગર્ભ ગટરલાઈન ભરાઈ જતા ગટરના દુષિત પાણી આંગણમાં આવી જતા લોકો ઘરનો દરવાજો પણ ખોલી શકતા નથી.
રોગચાળો વકર્યો
ગટરના દુષિત પાણીથી રોગચાળો વકરી રહ્યો છે. લોકો હેરાન પરેશાન છે. નસવાડી ગ્રામ પંચાયતના તલાટીને વારંવાર રજૂઆતો કરવા છતાંય ગટર લાઈનની સફાઈ કરવામાં આવતી નથી. નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં દર વર્ષ ઓકટ્રોયની ગ્રાન્ટ 15માં નાણાં પંચની ગ્રાન્ટ અને ઘર વેરાની આવક મળી 2 કરોડથી વધુની રકમની આવક ધરાવતી ગ્રામ પંચાયત લોકોને પડતી સમસ્યા ઉકેલી શકતી નથી.
ઉજવણી વચ્ચે હાલાકી
હાલ અઢી વર્ષથી વહીવટદારનું શાસન છે. લાખો રૂપિયાના બીલો સફાઈના નામે ખર્ચ પાડવામાં આવે છે. સ્વચ્છતા સપ્તાહની ઉજવણી કરતા તંત્રના અધિકારીઓ નસવાડીના સ્ટેશન વિસ્તારની પ્રાથમિક શાળા પાસે તેમજ આસપાસના વિસ્તારોની મુલાકાત લઇ સ્વચ્છતા સપ્તાહની ઉજવણી કરે તેવી ગ્રામજનોની માંગ છે.








